દૈનિક જરૂરિયાતની દરેક ચીજોના ભાવ ૧૦-૧૫% વધશે

284

HUL અને નેસ્લે જેવી કંપનીઓએ ભાવ વધારી દીધા છે : ક્રૂડ ઓઈલ, તમામ પ્રકારના ખાદ્યતેલ, અનાજના ભાવ વધી ગયા હોવાથી FMCG કંપનીઓ ભાવવધારો કરશે
નવી દિલ્હી, તા.૨૦
રશિયા – યુક્રેન યુદ્ધના કારણે દરેક કોમોડિટીના ભાવ વધી જ ગયા છે. હજુ પણ આવશ્યક કોમોડિટી મોંઘી થઈ રહી હોવાથી હ્લસ્ઝ્રય્ કંપનીઓએ ટૂંક સમયમાં ૧૦થી ૧૫ ટકા ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે. ઘઉં, પામ તેલ અને પેકેજિંગ મટિરિયલના ભાવ વધવાથી FMCG કંપનીઓ ભાવવધારાનો વધુ એક રાઉન્ડ લાવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ક્રૂડ ઓઈલ, તમામ પ્રકારના ખાદ્યતેલ અને અનાજના ભાવ વધ્યા છે.Dabur અને Parle જેવી કંપનીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડે તો ભાવવધારો કરવા તૈયાર છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર HULઅને Nestle જેવી કંપનીઓએ ગયા સપ્તાહમાં ફુડ પ્રોડક્ટના ભાવ વધારી દીધા છે. પારલે પ્રોડક્ટ્‌સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું કે, “અમે ઇન્ડસ્ટ્રીમાં ૧૦થી ૧૫ ટકા પ્રાઈસ વધવાની અપેક્ષા રાખીએ છીએ. ભાવમાં અત્યારે ભારે વોલેટિલિટી છે. તેથી કેટલા પ્રમાણમાં ભાવ વધશે તે કહેવું મુશ્કેલ છે. પામ ઓઈલનો ભાવ રૂ. ૧૮૦ પ્રતિ લિટર થઈ ગયો હતો જે હવે ઘટીને રૂ. ૧૫૦ પ્રતિ લિટર થયો છે. તેવી જ રીતે ક્રૂડ ઓઈલનો ભાવ પણ લગભગ ૧૪૦ ડોલર પ્રતિ બેરલ હતો જે હવે ઘટીને ૧૦૦ ડોલરની આસપાસ છે.” આમ છતાં અગાઉ કરતા ક્રૂડના ભાવ વધારે જ છે જેના કારણે પેકેજિંગ મટિરિયલનો કોસ્ટ વધી ગયો છે. કંપનીઓ પણ મોટો ભાવવધારો કરતા ખચકાતી હતી કારણ કે કોવિડ પછી માંગ સુધરી રહી હતી અને કંપનીઓ કોઈ જોખમ લેવા માંગતી ન હતી. મયંક શાહે કહ્યું કે, “હાલમાં બધા લોકો ૧૦થી ૧૫ ટકા ભાવવધારાની વાત કરે છે. વાસ્તવમાં ઇનપુટ કોસ્ટ તો ઘણો વધી ગયો છે. પારલે પાસે અત્યારે પેકેજિંગ મટિરિયલનો પૂરતો સ્ટોક છે તેથી થોડા સમય સુધી રાહ જોયા પછી ભાવવધારા વિશે નિર્ણય લેશે.” Dabur Indiaના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અંકુશ જૈને પણ કહ્યું કે ફુગાવો ઊંચો છે જે FMCG કંપનીઓ માટે ચિંતાનું કારણ છે. એડલવાઈસ ફાઈનાન્શિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અબનીષ રોયે કહ્યું કે FMCG ઉત્પાદકો ઊંચા ભાવોનો બોજ ગ્રાહકો પર લાદી રહ્યા છે.HUL અને દ્ગીજંઙ્મી જેવી કંપનીઓ પ્રાઈસિંગ પાવર ધરાવે છે. તેઓ કોફી અને પેકેજિંગ મટિરિયલના ભાવનો વધારો ગ્રાહકો પર લાદી રહ્યા છે. અમને લાગે છે કે હજુ પ્રથમ ક્વાર્ટરમાં ત્રણથી પાંચ ટકાનો ભાવવધારો થશે. HUL અને નેસ્લે જેવી કંપનીઓએ ચા, કોફી અને નૂડલ્સના ભાવ પહેલેથી વધારી દીધા છે. HULએ બ્રુ કોફી, બ્રૂક બોન્ડ ટીના ભાવ વધાર્યા છે જ્યારે નેસ્લેએ Maggieના ભાવમાં ૯થી ૧૬ ટકાનો વધારો કર્યો છે. આ ઉપરાંત મિલ્ક અને કોફી પાઉડરનો ભાવ પણ વધ્યો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમણિપુરમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે બિરેન સિંહ