યુક્રેન આર્ટ સ્કૂલ પર રશિયાએ બોમ્બ ઝીંક્યો, ૪૦૦ લોકો કાટમાળમાં દબાયાની આશંકા

84

ઝેલેન્સ્કીએ પુતિન સાથે સીધી વાતચીત માટે અપીલ કરી
કિવ, તા.૨૦
રશિયા-યુક્રેન યુદ્ધનો ૨૫મો દિવસ છે. રશિયન સેનાએ મારિયુપોલ શહેરમાં એક આર્ટ સ્કૂલ પર બોમ્બમારો કર્યો છે. અહીં લગભગ ૪૦૦ લોકોએ આશરો લીધો હતો આ પૈકી અનેક લોકો કાટમાળમાં દબાઈ ગયા હોવાની આશંકા છે. આ પહેલાં અહીં એક થિયેટર પર બોમ્બમારો થયો હતો જેમાં ઓછામાં ઓછા ૧૦૦૦ નાગરિકોએ આશરો લીધો હતો. દરમિયાન UNICEF દાવો કરે છે કે લગભગ ૧૫ લાખ યુક્રેનિયન બાળકો કે જેઓ અન્ય દેશોમાં શરણાર્થી બની ગયા છે તેમના પર વેચાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં રશિયાની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે સીધી વાતચીત કરવા અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ સ્વિટ્‌ઝર્લેન્ડની સરકારને પણ રશિયન ધનિકોના નાણાં જપ્ત કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, યુરોપિયન શહેરોમાં રહેતા, સ્વિસ બેંકોમાં પૈસા રાખનારા રશિયન ધનિકો ત્યાંની સેનાને યુક્રેનને નષ્ટ કરવા માટે નાણાં આપી રહ્યા છે.
વન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ેંદ્ગૈંઝ્રઈહ્લએ કહ્યું છે કે યુક્રેનમાં રશિયાના આક્રમણની શરૂઆતથી જ દેશ છોડી ચૂકેલા યુક્રેનિયન નાગરિકોમાં ૧૫ લાખ બાળકોનો સમાવેશ થાય છે. શરણાર્થી શિબિરોમાં રહેલા આ બાળકો પર માનવ તસ્કરોની નજર છે અને નબળી દેખરેખની સ્થિતિમાં ટૂંક સમયમાં તેમનું ખરીદ-વેચાણ થઈ શકે છે. યુક્રેનના મોટાભાગના શહેરોમાં રશિયન હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુક્રેન સરકારે સુમી, માઈકોલાઈવ, ટેર્નોપીલ, પોલ્ટાવા, કિરોવોહ્રદ, ખાર્કીવ, ઝાપોરિઝ્‌ઝ્‌યા, કિવ, લવીવ, ઇવાનો-ફ્રેન્કીવસ્ક, નીપ્રોપેટ્રોવ્સ્ક, રિવ્ને, વોલીન, ચર્કાસી, ઝાયટોમીર, વિન્નીત્સિયા, ઓડેસા અને ઓબ્લાસ્ટમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરતા સાયરન વગાડાઈ છે. યુક્રેનનો દાવો છે કે રશિયાએ રવિવારે રૂબિજન અને સેવેરોડનેત્સ્કમાં ભારે બોમ્બમારો કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રશિયન હવાઈ હુમલાથી ૨૪ મકાનો અને એપાર્ટમેન્ટ નાશ પામ્યા હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાં ૭ લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં ૨ બાળકો સહિત ૩ લોકોના મોત થયા હતા. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ હુમલા કર્યો ત્યારથી કિવમાં ૨૨૮ લોકો માર્યા ગયા છે. હવે યુક્રેનના એરસ્પેસમાં રશિયાના વિમાનોની અવરજવર ઓછી થઈ ગઈ છે. યુક્રેન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનની એર ડિફેન્સ ફોર્સે રશિયાના ૩ હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા.

Previous articleમણિપુરમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે બિરેન સિંહ
Next articleદેશમાં કોરોના વાયરસના ૧,૭૬૧ નવા મામલા નોંધાયા