ભાવનગરની સર ટી હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી કાર એકાએક સળગી ઉઠી

92

ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક કાર અકસ્માતે સળગી ઉઠતાં દોડધામ મચી હતી. આગની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ સવારના સમયે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે, સર.ટી હોસ્પિટલ સ્થિત ટી.બી વોર્ડ સામે પાર્કિંગમાં ડો.ધવલ સોલંકીએ પોતાની માલિકીની હોન્ડા સીટીમાં કોઈ અકળ કારણોસર આગ લાગી છે. જે માહિતી મળતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં આગ લાગવાનું કારણ કે નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી. આ ઘટના ના પગલે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા, આ અંગે એ-ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Previous articleઅભ્યાસક્રમમાં ભગવદગીતાના સમાવેશને મહત્વનું પગલું ગણાવતું ભાવનગર ઈસ્કોન
Next articleએક્સલ એક્સપ્રેસન-૨૦૨૧માં ચેમ્પિયન બનતી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા