પ્રજ્ઞાચક્ષુ બાળકોને શિક્ષણ આપતી ભાવનગરની એકમાત્ર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની અનેરી સિદ્ધિ. ભાવનગરની એક્સલ ક્રોપ કેર લીમીટેડ કંપની જે હવે સુમીટો કંપની નામે કામ કરી રહી છે. છેલ્લા ૨૫ વર્ષથી એક્સેલ એક્સપ્રેશનના બેનર નીચે યોજાતી સ્પર્ધામાં ભાવનગર શહેરની સામાન્ય શાળાઓ સાથે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે. દર વર્ષે યોજાતી ૯ વિવિધ સ્પર્ધાઓ પૈકી ગ્રુપ સોંગ,સુગમ ગીત,લોકગીત, સમાચાર વાંચન, વકૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાગ લેતા હોય છે. કેટલીક સ્પર્ધાઓમાં શારીરિક મર્યાદાના કારણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકતા નથી. તેમ છતાં વર્ષ ૨૦૨૧-૨૨માં શ્રેષ્ઠ દેખાવ કરી શાળા ચેમ્પિયન બની છે.અત્રે એ નોંધવું ઘટે કે વર્ષ ૨૦૧૭માં પણ સંસ્થાએ રનર્સ અપ ટ્રોફી મેળવી હતી. વિજેતા થનાર સ્પર્ધકો અને સંગીત શિક્ષકોને તા.૧૭-૦૩-૨૦૨૨ નાં રોજ સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ ઓઝા નાં વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી, ટ્રસ્ટી ગણ અને કર્મચારીઓએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.