બોટાદ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ૩૭૬૪૯ ગ્રાહકો પાસેથી વીજ બીલની લેણી રકમના રૂપિયા ૭૭૦.૯૯ લાખની વસૂલાત કરવામાં આવી

83

તાત્કાલિક બાકી વીજ બીલની લેણી રકમ તા.૩૧ માર્ચ ૨૦૨૨ પહેલા ભરપાઈ કરી આપવા બોટાદ અધિક્ષક ઈજનેર દ્વારા અનુરોધ
બોટાદ પીજીવીસીએલ દ્વારા બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં તમામ સર્કલોમાં ડીસ કનેકશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હાલમાં માર્ચ એન્ડીગના કારણે વીજ બીલના નાણાની વસુલાત માટે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને રીકવરી ડ્રાઈવ શરૂ કરેલ છે, જેમા માહે ફેબૃઆરી-૨૦૨૨ ની સ્થિતિએ બોટાદ વિભાગીય કચેરી હેઠળ આવતી બોટાદ શહેર, ગ્રામ્ય, બરવાળા, પાળીયાદ, રાણપુર પેટા વિભાગીય કચેરીની રૂ/.૬૨૯.૧૩/- લાખ તેમજ ગઢડા વિભાગીય હેઠળ આવતી ગઢડા ગ્રામ્ય, ગઢડા શહેર, ઢસા, ધોળા પેટા વિભાગીય કચેરીની રૂ/. ૫૪૦.૦૮/- લાખ એમ કુલ મળીને રૂ/. ૧૧૬૯.૨૧/- લાખ વીજ બીલ પેટે ભરવાના બાકી હતા જે અન્વયે તા.૦૧/૦૩/૨૦૨૨ થી ૧૬/૦૩/૨૦૨૨ દરમિયાન બોટાદ વર્તુળ કચેરીની તાબા હેઠળની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા રીકવરી ડ્રાઈવ અન્વયે કુલ – ૨૧૭૭ ટીમો દ્વારા ૩૭૬૪૯ ગ્રાહકો પાસેથી વીજ બીલની લેણી રકમના રૂપિયા ૭૭૦.૯૯/- લાખની વસૂલાત કરવામાં આવી છે. અને વીજ બીલ ભરવાની ના પાડતા કુલ – ૧૧૮૭ ગ્રાહકોના કનેકશન કાપવામાં આવેલ છે. આમ વીજ બીલના નાણા ન ભરવાના કારણે વીજ ટીમોએ આકરી કાર્યવાહી પણ કરી હતી. આ ઉપરાંત બાકી રહેલ રકમની વસુલાત અર્થે વર્તુળ કચેરી બોટાદ દ્વારા રીકવરીની ઝુંબેશ જવલંત બનાવી ચાલુ રાખવામાં આવી છે. વીજ બીલના નાણા ન ભરનાર ગ્રાહકોના વીજ કનેકશન કાપી નાખી વીજ પ્રવાહ બંધ કરવામાં આવશે. જેથી તાત્કાલિક બાકી વીજ બીલની લેણી રકમ તા.૩૧ માર્ચ ૨૦૨૨ પહેલા ભરપાઈ કરી આપવા બોટાદ અધિક્ષક ઈજનેરએ એક અખબારી યાદી દ્વારા અનુરોધ કર્યો છે.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleએક્સલ એક્સપ્રેસન-૨૦૨૧માં ચેમ્પિયન બનતી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા
Next articleવાતાવરણમાં પલટો ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા કાળઝાળ ગરમીમાં રાહત અનુભવાઈ