ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમ્યાન ખંઢેરા ગામની સીમમાં થી અઢી લાખની કિંમત નો શરાબ-બિયરનો જથ્થો ઝડપી ખંઢેરા ગામનાં બુટલેગર બંધુઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર પોલીસને ફરિયાદ મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી મહુવા-તળાજા તાલુકામાં વિદેશી શરાબ બિયર સહિતના માદક પદાર્થો નું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે અને આવા માદક પદાર્થો ના રવાડે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ઉપરાંત આ તાલુકાના સમુદ્ર તટવર્તીય ક્ષેત્રોમાં આવેલ ધાર્મિક નામી-અનામી સ્થળોએ દેશી-વિદેશી શરાબ વેચાણ ની બદ્દીઓ માટા પાયે ફૂલી-ફાલી રહી છે જે અંગે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે દારૂ જુગાર સહિતની અસામાજિક બદ્દીઓ કડક હાથે ડામી દેવા અને અનૈતિક પ્રવૃત્તિઓ આચરતા તત્વોને નશ્યત કરવા વિવિધ ટીમોને સુચના આપતાં એલસીબી ની ટીમે આવા તાલુકાઓમાં બાતમીદારો તથા મજબૂત ટેકનિકલ સોર્સીસને વધુ મજબૂત કરી ઈંગ્લીશ શરાબ-બિયરના ગેરકાયદે થતાં વેચાણ સંદર્ભે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હોય જેમાં પોલીસ જવાનોને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે ખંઢેરા ગામની સીમમાં પરપ્રાંતિય શરાબ-બિયરનુ વેચાણ થાય છે જે હકીકત આધારે ટીમે તળાજા તાલુકાના ખંઢેરા ગામની સીમમાં પ્રેમજી મોહન વળીયાની વાડી પાસે આવેલ અને સ્થાનિક લોકો માં “આહુલીયા” વિસ્તાર તરીકે ઓળખાતા ગૌચરની જમીન પર બાવળની કાંટમા છુપાવેલ મોટી માત્રામાં ઈંગ્લીશ શરાબ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો આ અંગે તપાસ કરતાં આ દારૂ-બિયરનો જથ્થો ખંઢેરા ગામનાં વિજય મહિપત રાઠોડ તથા યુવરાજ મહિપત રાઠોડ ની માલિકી નો હોવાનું ખુલ્યું હતું જેમાં બુટલેગરોની તપાસ કરતાં બંને ભાઈઓ ફરાર થઈ જતાં એલસીબી એ કુલ રૂ.૨,૫૩,૨૦૦/-ની કિંમત નો વિદેશી શરાબ-બિયરનો જથ્થો કબ્જે કરી મુદ્દામાલ દાઠા પોલીસને સોંપી બંને બુટલેગર બંધુઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.