ગુજરાત વિધાનસભાના દડંક રમેશભાઈ કટારાએ પોલીસ સ્ટાફ સાથે ધુળેટીની ઉજવણી કરી

83

દંડકે પોલીસ સ્ટાફ સાથે પારંપારિક નૃત્ય કર્યું
ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ પોલીસ સ્ટાફ સાથે હોળી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.સુખસર પી.એસ.આઇ એન.પી. સેલોત સહિત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી આર ડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. રંગબેરંગી કલર છાંટી ને ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી. ગુજરાત વિધાનસભા ના દડંક રમેશભાઈ કટારા એ પારંપારિક નૃત્ય કરી ધુળેટી ની ઉજવણી કરી હતી.જેમાં સાગડાપાડા ના આગેવાન બાબુભાઇ આંબલીયાર, સુખસર ના આગેવાન રમેશભાઈ કટારા, સરપંચ નરેશભાઈ કટારા, નાનીઢઢેલી ના સરપંચ શૈલેષભાઈ પારગી, યુવા મોર્ચા ના મહામંત્રી બકુલભાઈ કટારા, લઘુમતી મોરચા ના ઇમરાનભાઈ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleખંઢેરાની સીમમાં LCBનો દરોડો, રૂા.૨.૫૦ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
Next articleરાજ્ય સરકારે ઘણાં અઘરા લાગતા વિકાસ કામો પૂર્ણ કરીને નેવાના પાણી મોંભે ચઢાયા છે : રમેશભાઈ કટારા