GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

88

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮૧ર. ‘મધુ હાલરડું ગાય છે’ વાકયનું પ્રેરક વાકય દર્શાવો.
– મધુ હાલરડું ગવડાવે છે
૮૧૩. ‘આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે’ આ વાકયનું કર્તરિવાકય જણાવો.
– આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે
૮૧૪. વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : ‘એ જળથી તણાશે દેશાદેશ’ – વાકયમાં સાચા પ્રત્યયો દર્શાવો.
– માં, થી
૮૧પ. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’
– કપોળ કલ્પનામાં રાચવું
૮૧૬. ‘સચિને વિદા લીધી.’ વાકયનું કર્મણિ વકય બનાવો.
– સચિનથી વિદાય લેવાઈ
૮૧૭. ભૂતળ ભકિત એટલે કવી ભકિત ?
– પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભકિત
૮૧૮. ‘વનિતા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો
– નારી
૮૧૯. નીચેનામાંથી સાચો પદક્રમ પદ સ્વાદ ધરાવતું વાકય પસંદ કરો
– પાણીની એક ઉંચી દીવાલ ધસતી આવે છે
૮ર૦. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો
– ‘શુરવીર’ – હિંમતવાન
૮ર૧. ‘જયેષ્ઠ’ શબ્દનો સાચો વિરૂદ્ધાર્થી શબ્દ લખો – પરગજુ
૮રર. નીચેનામાથી કયા શબ્દો ‘અગ્નિ’ના સમાનાર્થી છે ?
– (એ) (બી) (ડી)
૮ર૩. નીચેના પૈકી કઈ જોડીઓમાં વિરૂદ્ધાર્થી શબ્દો છે ?
– (એ) (બી) (ડી)
૮ર૪. ખોટી જોડણીવાળો શબ્દ કયો છે ?
– મનિષા
૮રપ. દુશ્મનોનું આક્રમણ ખાળવા તેમજ અંદર રહીને શત્રુઓનો સામનો કરી શકાય તે માટે પર્વત કે ટેકરી પર બનાવેલી ઈમારત માટે કયાં શબ્દ પ્રયોજી શકાય ?
– ગઢ
૮ર૬. ‘બાર હાથનું ચીભડુ તેર હાથનું બી’ – આ કહેવતનો અર્થ શો થાય ? – ‘અશકય વાત છે’
– તેમ કહેવું
૮ર૭. નીચેના પૈકી કયું ઉદાહરણ રૂપક અલંકારનું છે ?
– પ્રેમ પંથક પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને
૮ર૮. ‘મધરાત’ કયો સમાસ છે ?
– ષષ્ઠી તત્પુરૂષ
૮ર૯. કયો શબ્દ ‘નદી’ નો સમાનાર્થી છે ?
– નિમ્નગા
૮૩૦. નીચેના પૈકી કયો શબ્દ ‘જરઠ’નો વિરૂદ્ધાર્થી છે ?
– યુવાન
૮૩૧. સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
– પુરુષ
૮૩ર. બનાવોની હકિકતનો યથાતથ ખ્યાલ આપતું વર્ણન માટે એક શબ્દ કયો છે ?
– વૃત્તાંત
૮૩૩. કહેવત અને તેના અર્થની કઈ જોડી સાચી નથી ?
– ઠોઠ નિશાળિયાને વતરણાં ઘણાં : ખબર ન હોય તો પણ આડાઅવળા જવાબો આપી દેવા
૮૩૪. જયારે એક જ વાકયમાં એક જ પદાર્થ એક જ શબ્દથી ઉપમેય અને ઉપમાન તરીકે દર્શાવાય ત્યારે કયો અલંકાર બને ?
– અનન્વય
૮૩પ. સામાસિક શબ્દ અને તેની ઓળખ દર્શાવતું કયું જોડકું સાચું છે ?
– દીનાનાથ – ષષ્ઠી તત્પુરૂષ
૮૩૬. નીચેનામાંથી કયું ઉદાહરણ વિજાતીય સ્વરસંધિનું છે ?
– હવન
૮૩૭. ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે….. એ ઘોર તપ કર્યુ હતું ? (ખાલી જગ્યા પુરો)
– અપર્ણા

Previous articleરોહિતે કુલદીપને ચાન્સ ન આપી કોહલી જેવી ભૂલ કરી
Next articleબંગાળમાં આસની વાવાઝોડું, ભારે પવન સાથે વરસાદ