ચીનમાં ૧૩૨ લોકોને લઈને જતું બોઈંગ ૭૩૭ ક્રેશ : તમામ મુસાફરોનાં મોતની આશંકા

254

ચીનનું વિશાળ બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ પર્વત વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડો જોવા મળ્યો, જાનહાનીનો આંકડો જાણી ન શકાયો
બેજિંગ, તા.૨૧
ચીનનું ૧૩૨ લોકોને જઈ રહેલું ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર જેટ ક્રેશ થયું છે. આ વિમાન દક્ષિણ-પૂર્વ ચીનમાં ક્રેશ થયું છે. જોકે, આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગેનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી. બોઈંગ ૭૩૭ પ્લેન વુઝોઉ શહેર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તાર ગુઆંગશીમાં તૂટી પડ્યું છે. રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે કે, ચીનનું વિશાળ બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ પર્વત વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ્‌સમાં કહેવાઈ રહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ ૧૩૨ લોકોને લઈને જઈ રહ્યું હતું ત્યારે વુઝોઉ પાસે તૂટી પડ્યું હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ એમયુ૫૭૩૫ નિર્ધારિત સમય પર ગંતવ્ય સ્થાન પર ના પહોંચ્યા બાદ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી. આ વિમાન કુનુમિંગથી સ્થાનિક સમય પ્રમાણે સોમવારે બપોરે ૧ વાગ્યે રવાના થયું હતું પરંતુ તે નિર્ધારિત સમયે ગુઆંગઝો નહોતું પહોંચ્યું. હજુ સુધી આ દુર્ઘટના અંગે ચીન દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં આવી નથી. ચીનનુ બોઈંગ ૭૩૭ કુનમિંગથી ગુઆંગઝોહુ તરફ જઈ રહ્યુ હતુ. ગુઆંગઝી વિસ્તારમાં આ ઘટના થઈ હતી. આના કારણે ત્યાં પહાડોમાં પણ આગની લપેટ જોવા મળી રહી છે. ઝિન્હુઆના અનુસાર, બચાવ દળ હવે ઝડપથી ઘટના સ્થળે પહોંચી રહ્યુ છે. જે વિમાન ક્રેશ થયું તે માત્ર સાડા છ વર્ષ જૂનુ હતુ. જૂન ૨૦૧૫માં એરલાઈન્સે આને લીધું હતું. એમયુ ૫૭૩૫માં કુલ ૧૬૨ બેઠક હતી, જેમાં ૧૨ બિઝનેસ ક્લાસ અને ૧૫૦ ઈકોનોમી ક્લાસવાળા હતા. બોઈંગ ૭૩૭ નાની અને મધ્યમ અંતરની હવાઈ યાત્રા માટે સારુ વિમાન માનવામાં આવે છે. ત્યાં ચાઈના ઈસ્ટર્ન ચીનની ત્રણ મુખ્ય એરલાઈન્સ કંપનીઓમાંની એક છે. ચીનમાં છેલ્લી વાર આવી મોટી ઘટના ૨૦૧૦માં થઈ હતી. જ્યારે એબ્રેર ઈ -૧૯૦ ક્રેશ થયુ હતુ. જેમાં ૯૬ લોકો સવાર હતા, જેમાંથી ૪૪ ના મોત થયા હતા. આ ઘટના ઓછી દૃશ્યતાના કારણે થઈ હતી.

Previous articleઅમદાવાદમાં થયેલા પાટીદાર આંદોલનના ૧૦ કેસ પરત ખેંચાયા
Next articleયુદ્ધ નહીં અટકે તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે : યુક્રેનના પ્રેસિડેન્ટની ચેતવણી