ભાવનગર શહેરના જુદા જુદા બે સ્થળોએ આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.
આ બંને બનાવોની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના કુંભારવાડા, મોક્ષ મંદિર પાસે ગઇકાલે બપોરના સુમારે એક મકાનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આ બનાવની ફાયર સ્ટાફને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. જ્યારે બીજા બનાવની જાણવા મળેલ વિગત મુજબ શહેરના જુના બંદર રોડ ઉપર આવેલ વૈશાલી ટોકીઝ રોડ નજીક ચામુંડા વેસ્ટ સપ્લાયર્સ નામના પસ્તીના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠી હતી. આ આગની જાણ થતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.