સાથ ચેરીટેબલ ટ્રસ્ટ ૨૦૧૯ થી બનાસકાંઠા તેમજ ઉતર ગુજરાત ના વિવિધ ગ્રામીણ વિસ્તારો ના બહેનો ને બ્યુટી પાર્લર ફિલ્ડ માં બહુ મદદ કરતી આવી છે. કોરોના કપરા કાળ માં બહેનો ને રાશન કીટ , બહનો ના સેફ્ટી માટે ૫૦ થી ૫૬ ઁઁ્ કીટ , તેમજ કોરોના કાળ માં બિઝનેસ તેમજ આર્થિક રીતે પડી ભાંગેલ બહેનો ને પોતાના પગ ઉપર આત્મ નિર્ભર થવા માટે ૮૦ થી વધુ બહેનો ને ૨૦,૦૦૦ તેમજ ૧૫,૦૦૦ લોન પેટે કુલ ૧,૦૦,૦૦૦ (દસ લાખ) આસ પાસ વગર વ્યાજે રકમ આપેલ છે તેમજ આજના સમય તમામ બહેનો ને બિઝનેસ સારો એવો ચાલે છે તેમજ એમના પરિવાર નું ભરણ પોષણ પણ સારી રીતે કરી શકે છે સાથ ના તરફથી મદદ કરિયા પછી બહેનો ના બિઝનેસ માં વધારો થાય છે તે નોંધનીય વસ્તુ છે. આજે ૨૨ માર્ચ ૨૦૨૨ ના રોજ પાલનપુર સાથ સેન્ટર ઉપર બ્યુટી પીનીયર બહેનોને ગોધરેજ તેમજ સાથ માંથી ટ્રેનિંગ આપવા આવી છે તેમજ કોરોના કાળ માં તેમના સલૂન માં હાઇજીન રાખવામાં આવે છે તે બાબતનું ટીમના માધ્યમ થી પ્રમાણપત્ર આપવામાં આવ્યા જેમાં વિવિધ બહેનોએ ભાગ લીધેલ.આગામી દિવસો માં પાલનપુર મુકામે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગોદરેજ ના સંયુક્ત ઉપક્રમે એક મહા સેમિનાર આયોજન કરવામાં આવશે તેમજ તમામ બહેનોને બેન્કિગ લાગતા વિવિધ સવાલો મુંઝવતા હોય કે સાઈબર સેલ બાબતે તો સાથ ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુર ખાતે ટ્રેનિંગ આપવામાં આવે છે . તેમજ માનવ ગરિમાના ફોમ ભરવા તેમજ અમુક દસ્તાવેજ માં સુધારા વધારા માટે કેમ્પ નું પણ આયોજન કરવામાં આવશે.