ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર-ભદ્રાવળ રોડપર ભદ્રાવળ ગામ નજીક છોટાહાથી-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ નજીક દિહોર રોડપર છોટાહાથી ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં ટીમાણાં ગામે રહેતા બાઈક ચાલક ફિરોઝ અબ્દુલ સોરઠીયા ઉ.વ.આ.૩૫ ને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જયારે બાઈક પાછળ બેસેલ એક યુવાનને પણ ગંભીર ઈજા સાથે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત સર્જીને ટેમ્પાનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ તળાજા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.