ભાવનગર ભાજપ દ્વારા નગરના પ્રત્યેક વોર્ડમાં ટિફિન બેઠકનું આયોજન

69

કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્ય વિભાવરીબેન દવેની આ ટિફિન બેઠકમાં પ્રેરક ઉપસ્થિત
ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગરોમાં પ્રત્યેક વોર્ડ અને વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ.

તે અંતર્ગત તારીખ ૨૦ માર્ચ ૨૦૨૨ અને રવિવારના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા તેમજ ત્રણેય મંત્રીઓના માર્ગદર્શનમાં ભાવનગર મહાનગરના પ્રત્યેક વોર્ડમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ ટિફિન બેઠકમાં શહેર તેમજ વોર્ડ સંગઠનના હોદ્દેદારો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, વોર્ડના વાલીઓ તેમજ પ્રભારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવેએ પણ પોતપોતાના વિધાનસભા ક્ષેત્રના વોર્ડની ટીફીન બેઠકમાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સમૂહ ભોજન લીધું હતું. શહેરના પ્રત્યેક વોર્ડમાં ટિફિન બેઠકની શરૂઆત વંદેમતરામ ગાન સાથે કરવામાં આવેલ. ત્યાર બાદ કાર્યકરો દ્વારા એકતા અને સંગઠન માટેના સાંધી ગીતો સમૂહમાં ગાવામાં આવ્યા, અંતે વરિષ્ટ આગેવાનો દ્વારા આગામી ચૂંટણીની તૈયારી રૂપે પેજ કમિટી વગેરેની ચર્ચા કરવામાં આવેલ, ત્યારબાદ સમુહભોજન લઈને સૌ છુટા પડ્યા તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

Previous articleદિહોર-ભદ્રાવળ રોડ પર બાઈક-ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત