દાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

62

જિલ્લામાં યોજાનાર બોર્ડની પરીક્ષાઓ યોગ્ય આયોજન-સંકલન-પારદર્શકતા સાથે યોજવા કલેકટરનું સૂચન
જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લામાં યોજાનારી આગામી બોર્ડની પરીક્ષાઓને સુચારુ તેમજ યોગ્ય સંકલન સાથે યોજવા કલેકટરગોસાવીએ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આગામી બોર્ડની પરીક્ષાઓ વિધાર્થીઓ શાંત માહોલમાં આપી શકે તે જરૂરી છે. આ માટેની તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે યોગ્ય સંકલન સાથે કરવી જોઇએ. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવું. બોર્ડની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શકતા સાથે યોજવાની છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ તબક્કે બોર્ડની પરીક્ષા માટે તૈયારીની વિગતો આપી હતી અને તંત્ર પરીક્ષા યોજવા માટે સજ્જ હોવાનું જણાવ્યું હતું. કલેકટર ગોસાવીએ તમામ વિભાગોને પેન્ડિગ અરજીઓનો સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નિવાસી અધિક કલેકટરએ.બી. પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત
Next articleત્રણ લાખ સુધીના પાક ધિરાણમાં નિયમ વિરુદ્ધ વ્યાજ વસુલાયુ -‘આપ’નો આક્રોશ