આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી મલિંગા

300

નવીદિલ્હી,તા.૨૨
આઈપીએલ ૨૦૨૨ ૨૬ માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને તે પહેલા કેટલાક એવા આંકડા છે જે દરેક ચાહક માટે જાણવું મહત્વપૂર્ણ છે. ્‌૨૦ ક્રિકેટમાં બેટ્‌સમેનોનું વર્ચસ્વ હોવા છતાં, બોલરો રમતને ફેરવવામાં માહિર છે. બોલિંગમાં કયા ખેલાડીએ આઈપીએલમાં પોતાની ઓળખ બનાવી? લસિથ મલિંગાએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ૧૭૦ વિકેટ ઝડપી છે. મલિંગાએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ આ લીગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. મલિંગાનો ઈકોનોમી રેટ માત્ર ૭.૧૪ રન પ્રતિ ઓવર હતો. ડ્‌વેન બ્રાવો સૌથી વધુ વિકેટ લેવાના મામલે બીજા નંબર પર છે. બ્રાવોએ આઈપીએલમાં ૧૬૭ વિકેટ લીધી છે. આ સિઝનમાં મલિંગાનો વર્લ્‌ડ રેકોર્ડ તોડી શકે છે. તે મલિંગાથી માત્ર ૩ વિકેટ દુર છે જે અંતર કંઇ ખાસ રહ્યુ નથી. આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અમિત મિશ્રા ત્રીજા નંબર પર છે. મિશ્રાના નામે ૧૫૪ મેચમાં ૧૬૬ વિકેટ છે. મિશ્રાએ એક ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી છે. ચોથા નંબર પર પિયુષ ચાવલા છે, જેમના નામે ૧૫૭ વિકેટ છે. ચાવલાએ ૭.૮૮ના ઈકોનોમી રેટથી રન ખર્ચ્યા છે. હરભજન સિંહ આ યાદીમાં પાંચમાં ક્રમે છે, તેના નામ પર આઇપીએલમાં ૧૫૦ વિકેટ છે, તેનો ઈકોનોમી રેટ ૭.૭ નો રહ્યો છે. જ્યારે તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન ૧૮ રન ખર્ચીને ૫ વિકેટનુ રહ્યુ છે. આ ટોપ ટેન યાદીમાં છઠ્ઠા ક્રમે અશ્વિન ૧૪૫, સુનિલ નરે ૧૪૩, ભુવનેશ્વર કુમાર ૧૪૨, યુઝવેન્દ્ર ચહલ ૧૩૯ અને જસપ્રિત બુમરાહ ૧૩૦ વિકેટ સાથે સામેલ છે.

Previous articleહવે લગ્ન કરીને માતા બનવા ઇચ્છે છે કંગના રનૌત
Next articleમૃતદેહ બાળવાના લાકડાની ખપત ઓછી કરનાર પેઢીનો કોન્ટ્રેકટ સાત ભવ લંબાવો!!!