સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકારતથા ગુજરાત રાજય, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, કાનપુર, જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર અને મહેસાણા ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં માણસાની સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગજન સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સાંસદ જયશ્રીબેન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં માણસા તાલુકાના કુલ- ૬૭ ગામોના લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ૩૮૨ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરી તેઓની સાધન સહાય મંજૂર કરવામાં આવી હતી. આ કેમ્પમાં આવેલા દિવ્યાંગજનોને વિવિધ યોજનાઓ ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એમ.એચ.સોલંકી, ડી.ક્યુ. આર. એમ.ઓ ર્ડા. ડી.જે.ઠાકર, તબીબી અધિક્ષક – સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ર્ડા. જોષી, એલીમ્કો કાનપુરની ટીમ, ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ, મહેસાણા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગાંધીનગર મહિપાલ સિંહ ડાભી તથા ટીમ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, એસ. કે. પટેલ તથા ટીમના પ્રયત્નોથી કેમ્પ સફળ રહ્યો હતો.