સિહોર પો.સ્ટે.માં નવનિર્મિત સહકાર ભવનનું આજે એસપીના હસ્તે લોકાર્પણ

650
bvn2692017-3.jpg

સિહોર પોલીસ સ્ટેશન ખાતે બનેલ નવું બિલ્ડીંગ સહકાર ભવનનું આજે એસપી દિપાંકરના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે છેલ્લા ઘણા સમયથી સિહોર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જુના બિલ્ડીંગને ધરાશાઈ કરીને ત્યાં જ સહકાર ભવન નામનું નવું જ બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજે ભાવનગર એસપી દિપાંંકર ત્રિવેદીના હસ્તે કરવામાં આવશે અને બિલ્ડીંગને ખુલ્લું મુકવામાં આવશે અગાઉ સિહોર પોલીસ અધિકારી ઝાલાના કાર્યકાળ દરમિયાન સિહોર પોલીસ મથકના બિલ્ડીંગમાં જરૂરિયાત પ્રમાણે કેટલાક ફેરફારો અને લોકો માટે અદ્યતન સુવિધા કરવામાં આવી છે જે નોંધનીય બાબત છે આજે આ બિલ્ડીંગ લોકાર્પણ પ્રસંગે એસપી દિપાંકર ત્રિવેદી પાલીતાણા વિભાગીય પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણ ખાસ ઉપસ્થિત રહેશે. 

Previous articleઆંતર કોલેજ ખોખોમાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન
Next articleજે.કે.સરવૈયા કોલેજ દ્વારા સ્વચ્છતા નાટક