જિલ્લા કક્ષાની ફુટબોલ સ્પર્ધામા પ્રથમ નઁબર મેળવતી મોટી પાણીયાળી કે.વ શાળાની બહેનો

68

ખેલ મહાકુઁભમા જિલ્લા કક્ષાની અંડર ૧૪ બહેનોની ફુટબોલ સ્પર્ધા સોનગઢ ગુરુકુળ ખાતે યોજાઇ હતી જેમા પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાની વિધાર્થીની બહેનોએ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ શાનદાર પ્રદર્શન કરતા સમગ્ર જિલ્લામા પ્રથમ નઁબર મેળવી જોરદાર દેખાવ કરેલ અને રુપિયા ચોવીસ હજારનુ ઇનામ પણ જીતેલ છે જે રકમ ખેલાડી બહેનોના બેન્ક ખાતામા જમા થશે. ટિમના મેનેજર તરીકે શાળાના શિક્ષિકા સોનલબેન ગજ્જર અને સપનાબેન વર્માએ સુંદર કામગીરી કરી હતી. જિલ્લા કક્ષાએ પ્રથમ નઁબર મેળવતા શાળાની વિધાર્થીની બહેનોએ શાળા અને ગામનુ ગૌરવ વધારતા શાળાના તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવેલ છે તેમજ આ ખેલાડીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.

Previous article૧૫ એપ્રિલથી ભાવનગરથી કાયમી ઉડાન ભરશે મુંબઈની વિમાની સેવા
Next articleશહીદ પોલીસ જવાનોના પરિવારને વિમાની રકમનો ચેક અર્પણ