પોલીસ સેલરી પેકેજ અંતર્ગત મળવાપાત્ર વ્યક્તિગત રૂપિયા ૩૦ લાખની વિમાની રકમની ચૂકવણી ભાવનગર રેન્જના આઇ.જી. અશોક યાદવ, એસ.પી. જયપાલસિહ રાઠોડ, એ.સી.પી શફિ હસન તથા ભારતીય સ્ટેટ બેન્ક આર.બી.ઓ. – ૧ ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર મનોજકુમાર ઝાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે તમામ અધિકારીઓએ શહિદ જવાનોના પરિવારોને સાંત્વના પાઠવી હતી તેમજ મૂડીરોકાણ માટે માર્ગદર્શન આપ્યું હતું.