રાણપુર શહેરમાં તાલુકા ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે મશાલ રેલી તથા શહીદ વિરાંજલિ કાર્યક્રમ યોજાયો

73

સી.એસ.ગદાણી સ્કુલ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા..
૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભારત માતાના ત્રણ સપૂત શહીદ ભગતસિંહ, સુખદેવ અને શિવરાજ રાજગુરૂ હસતા હસતા “ભારત માતાકી જય” “વંદે માતરમ્”ના નારા સાથે ફાંસીના માંચડે ચડી પોતાના પ્રાણોના બલિદાન આપી દીધા હતા. આવા દેશ ભક્તોની પુણ્ય સ્મૃતિમાં વીર જવાનોને સ્મરણાંજલિ અર્પણ કરવા બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મસાલ રેલી તેમજ શહીદ વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રવિરાજ હોટલ થી વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.મસાલ રેલી દરમ્યાન ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાં ને અને ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાં ને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.મશાલ રેલી માં નિવૃત આર્મીના જવાનો પણ જોડાયા હતા.તેમજ રાણપુરની સી.એસ.ગદાણી સ્કુલ ખાતે શહિદ વિરાંજલિ કાર્યક્રમમાં શહીદ પરિવારનું સન્માન,સેનાના પૂર્વ જવાનોનું સન્માન,વીર શહીદોને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.તેમજ સાળંગપુરથી આર્યન ભગત ખાસ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું આયોજન રાણપુર તાલુકા પંચાયત ના પ્રમુખ વિનોદ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે કરમડ ગુરૂકુળના સંતો તથા લોયાધામના સંતો, બોટાદ જીલ્લા ભાજપ મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા,જીલ્લા મંત્રી મયુરભાઈ પટેલ,બોટાદ જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા,સુરજીતસિંહ ગોહિલ,વિરમભાઈ મીઠાપરા,નરેન્દ્રભાઈ દવે,કીશોરભાઈ ધાધલ,સુરેન્દ્રસિંહ પરમાર,હીરાભાઈ ખાણીયા,ડો.જગદીશભાઈ પંડ્યા,હરીભાઈ સભાડ,સંજયભાઈ ગદાણી,ધીરૂભાઈ ઘાઘરેટીયા,પ્રવિણભાઈ બાવળીયા,હરદેવસિંહ ચુડાસમા,મનસુખભાઈ રંગપરા,રવિભાઈ ધાધલ,વિશાલભાઈ સોની,નિરવભાઈ ડાભી સહીત બોટાદ જીલ્લાના તથા રાણપુર તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.જ્યારે સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન લોકસાહિત્યકાર ધીરૂભાઈ બારોડ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleબોટાદ પોલીસના “દાદા-દાદીના દોસ્ત” અભિયાનની ફોરમ પહોંચી અમેરીકા સુધી
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું આગામી શનિવારે કોન્વોકેશન યોજાશે, રાજ્યપાલ અને મુખ્યમંત્રી આપશે હાજરી