જાફરાબાદના રોહીસા ગામે તાલુકા પંચાયત નરેગા દ્વારા મજુર વર્ગને રોજી રોટી માટે તળાવ ઉંડા ઉતારવ મશીનો નહીં પણ ધોમ ધખતા તાપમાંપ ેટનો ખાડો પુરવા ૧૦૦૦ મજુરો ગેરરીતિ ન થાય માટે ગાંધીનગરની ટીમ દ્વારા ચકાસણી શરૂ કરાઈ.
જાફરાબાદના રોહીસા ગામે તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ આઈઆરડી શાખાના નરેગા વિભાગ દ્વારા ગરીબ વર્ગ મજુર વર્ગની રોજી રોટી ભર ઉનાળે કયાયથી ન મળતી હોય ત્યારે મજુરો દ્વારા જ તળાવો ઉંડા ઉતારવા કામ શરૂ કરાયા નહીંતર સરકારના આદેશ છે કે દરેક ગામના જુના તળાવો ઉંડા ઉતારી ચોમાસાના મીઠા પાણીના સંગ્રહ માટે તોતીંગ મશીનો દ્વારા તળાવો તાબડતોબ અને ચોમાસા પહેલા ઉંડા ઉતારવા આદેશ થયેલ પણ જાફરાબાદ તાલુકો જિલ્લામાં એકદમ પછાત હોય મજુર વર્ગને રોજી રોટી કયાયથી મળતી ન હોય માટે નેગા વિભાગ દ્વારા મજુરો દ્વારા જ તળાવો ઉંડા ઉતારવાની રજુઆતને માન્ય રાખીને જાફરાબાદ તાલુકાના રોહીસા, ચિત્રાસર, વડલી, ધારાબંદર ફાચરીયા, કેરાળા, બાલાણા જેવા ગામોમાં મુંજરી અપાતા રોહીસામાં ૧૦૦૦ મજુરોની રોજીરોટી શરૂ કરાઈ છે. તેમજ કામમાં ગેરરીતિ ન થાય તે માટે ગાંધીનગરની ગ્રામ વિકાસ યોજના વિભાગની ટીમ તપાસણી કે કયાય ગેરરીતિ થતી તો નથી ને તેની ચોકસાઈ કરવા ભાવનગર જિલ્લા તેમજ અમરેલી જીલ્લામાં ટીમના અધિકારી કીર્તીભાઈ ગ્ગૌસ્વામી મનહરસિંહ ગોહિલ, આઈઆડી શાખાના સ્થાનિક અધિકારી જાડેજાભાઈ તથા શિયાળભાઈ તથા નરેગાની તમામ ટીમ દ્વારા ચકાસણી ઉપરાંત તમામ મજુરોના આરોગ્ય ધોમ ધખતા તાપમાં બગડે નહીં તે માટે મનરેગા યોજનાની ગાઈડ લાઈન મુજબ મજુરોને પીવાનું પાણી છાયડો તેમજ મેડકીલ કીટ સાથે ગામના સરપંચ વિજાણંદભાઈ વાઘેલા ઉપસરપંચ ભુપતભાઈ વાઘેલાની ગ્રામ પંચાયતની ટીમ પુરો દેખરેખ રાખી નરેગા વીભાગને રીપોર્ટ કરતી રહે છે. તેમજ તાલુકા પંચાયત ચેરમેન છગનભાઈ વાઘેલા દરેક ગામોની મુલાકાત લઈ રહ્યા છે.