મસાલામાં તોતિંગ ભાવ વધારો : ગૃહીણીઓના બજેટ ખોરવાયા

64

કીલોએ રૂપીયા૨૦૦ સુધીનો ભાવ વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગના બજેટ ખોરવાયા : ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો
ગરીબ અને મધ્યમવર્ગના લોકો હાલ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ એમ તમામ જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ હાલ વધ્યા છે. એવામાં હવે મસાલા પણ મોંઘા થયા છે જેને લઈને ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. જીરું, ધાણા, મરચા, હળદર સહિતના ભાવમાં વધારો થતા હાલ ગ્રાહકી પણ ઓછી જોવા મળી રહી છે. આ અંગે ગૃહિણીઓના જણાવ્યા મુજબ ઘરુપયોગી મસાલાના ભાવમાં હાલ ૨૦થી ૨૫ ટકા ભાવવધારો જોવા મળી રહ્યો છે. જેનાથી અમારું બજેટ ખોરવાઈ ગયું છે.સૌરાષ્ટ્રમાં ગુજરાતના અન્ય પ્રદેશોની સરખામણીએ કમોસમી વરસાદ વધુ વરસ્યો છે. હાલ રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિની અસર પણ મસાલા માર્કેટમાં પડી છે. ત્યારે તેની માઠી અસર કાઠીયાવાડી ભોજનમાં અનિવાર્ય એવા મસાલા પર પડી છે. માવઠાં અને ઠંડી ગરમીની ચિત્રવિચિત્ર ઋતુથી જીરુ, ધાણા જેવા કોમળ પાકને માઠી અસર થઈ છે.હાલ તમામ ચીજવસ્તુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.જેની અસર મસાલા માર્કેટના વેપારીઓ પર પણ પડી છે. ગત વર્ષ કરતા આ વર્ષે મસાલા માર્કેટના વેપારીઓને કમાણીમાં પણ ૩૦ ટકા જેટલો ઘટાડો થશે. મસાલાની તેજીમાં જીરુ લીડર છે. જીરાના વાવેતરમાં કાપ, અમુક અંશે બગાડ, ડેસ્ટિનેશન બજારોમાં નીચા સ્ટોક, નિકાસ પૂછપરછ, જેવા કારણોએ ખૂલતી સિઝને ઉડાઉડ તેજી થઇ ગઇ છે. તો ગત વર્ષે મરચાંનો ભાવ ૧૮૦ થી ૪૫૦ હતો જે આ વર્ષે ૨૫૦ થી ૬૫૦ સુધી રહેવા પામ્યો છે. આમ મસાલાના ભાવમા આ વર્ષે ૩૦% જેટલો ભાવ વધારો થતા ગ્રૃહીણીઓ બજેટ મામલે મુશ્કેલીમા મુકાઇ છે.

Previous articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું આગામી શનિવારે કોન્વોકેશન યોજાશે, રાજ્યપાલ અને મુખ્યમંત્રી આપશે હાજરી
Next articleભાવનગરના વતની મહિલા PSI ચોપરા તોડકાંડમાં ફસાતા સસ્પેન્ડ