ભાવનગરના વતની મહિલા PSI ચોપરા તોડકાંડમાં ફસાતા સસ્પેન્ડ

230

ટૂંકા સમયમાં પૈસા પાત્ર થવાના ખ્વાબ નિહાળતા પીએસઆઈની લાઈફ સ્ટાઇલ પણ ચર્ચામાં !!
સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારીને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપનાર મહિલા પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે, આ મામલો પોલીસ બેડામાં હાલ ચર્ચા પાત્ર છે. દરમિયાનમાં મહિલા પીએસઆઇ ચોપરા ભાવનગર નજીકના એક ગામના વતની હોવાનું સામે આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઘોડદોડ રોડ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ કે.એન.ચોપરાએ કોન્સ્ટેબલ, હરેશ ઘનશ્યામ અને સત્યપાલસિંગ સાથે તા.૮મી માર્ચે ઘોડદોડ રોડના પ્રેસિડેન્સી એપા. પાસે વેપારી કરણ સહાની વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કર્યો હતો. પોતાની સામે થયેલી કાર્યવાહીને લઇને વેપારી કરણે કમિશનરને અરજી કરી કે પીએસઆઈ ઘરમાં જબરજસ્તી ઘુસી હતી. વોરંટ બાબતે પૂછતા માથાકૂટ કરી એનડીપીએસનો કેસ કરવા ધમકી આપી ૪ લાખ માગ્યા હોવાની વાત કરી હતી. બાદમાં દારૂ પીવડાવી ખોટો કેસ કર્યો હતો. જેથી કમિશનરે પીએસઆઇ ચોપરા અને બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. આ પ્રકરણમાં પોલીસ કમિશનર અજય તોમારે કહ્યું કે, જે રીતે ઉમરા વિસ્તારમાં જાણ કર્યા વગર જ રેડ કરવામાં આવી હતી. તે શંકાસ્પદ જણાઇ હતી પ્રાથમિક તારણમાં કેટલીક મળેલી હકીકતને આધારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ પાસે રેડ કરવાની તપાસ કરવાની તમામ પ્રકારની સત્તા રહેલી છે. પરંતુ, તેનો દુરુપયોગ થતો જણાશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પછી તે કોઇ પણ અધિકારી હોય. ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા જે રેડ કરવામાં આવી છે. તેમાં શંકા ઊભી થઈ છે. દરમિયાનમાં પીએસઆઈની લાઈફ સ્ટાઇલ પણ ચર્ચામાં આવી છે. હજુ ચારેક વર્ષ પૂર્વે પીએસઆઈની નોકરી મેળવનાર કે.એન.ચોપરા વિવાદમાં સપડાતા રાતોરાત પૈસાપાત્ર બનવાનો ખ્વાબ ખુલ્લા પડી ગયા છે.

Previous articleમસાલામાં તોતિંગ ભાવ વધારો : ગૃહીણીઓના બજેટ ખોરવાયા
Next articleજૈન સંઘના આંગણે ઐતિહાસિક ૧૦૦૮ વર્ષીતપ