જૈન સંઘના આંગણે ઐતિહાસિક ૧૦૦૮ વર્ષીતપ

65

કાલે આદિનાથ ભગવાનના જન્મ કલ્યાણક નિમિતે દાદાસાહેબથી વાજતે ગાજતે મોટા દેરાસરે જશે તપસ્વીઓ
ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના આંગણે ઐતિહાસિક ૧૦૦૮ વર્ષીતપની આરાધનાના આજે મંડાણ થયા હતા. શાસન સમ્રાટ સમુદાય વડીલ ગચ્છનાયક આચાર્ય ભગવંત વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની નીશ્રામાં તથા આચાર્ય ભગવંત વિજય નિર્મળચંદ્ર સૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુ ભગવંતોની પ્રેરણાથી વર્ષીતપ કરવા ભાવનગર સંઘમાં થનગનાટ જોવા મળ્યો.
વર્ષીતપના તપસ્વીઓ માટે બુધવારે સાંજે અતરવાયણા શાસન સમ્રાટનગર, બાજપાઈ હોલ, ટાઉનહોલની બાજુમાં , મોતીબાગ , ભાવનગરમાં રખાયેલ. જયારે આજે સવારે સામુદાયિક નંદિની ક્રિયા સાથે ગુરુ ભગવંતોની નિશ્રામાં વર્ષીતપ ઓચરવાની વિધી દાદાસાહેબ આરાધના ભક્તિ મંડપ ( ડોમ ) , દાદાસાહેબ જિનાલય પટાંગણમાં યોજાયેલ. તા. ૨૫ના સવારે ૬ કલાકે આદિનાથ દાદાના બંને કલ્યાણક નિમિત્તે દાદાસાહેબથી વાજતે ગાજતે ગામના મોટા દેરાસરજી પહોંચી મંત્રોચ્ચાર પૂર્વક દરેક તપસ્વીઓને તપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ સંકલ્પ સાથે પરમાત્માનાં અભિષેક કરાશે. સમગ્ર વર્ષીતપના આયોજક ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ, શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી, મોટું દેરાસર દરબારગઢ ભાવનગર છે. ભાવનગર તપાસંઘના પ્રમુખ જયુકાકાની દેખરેખ નીચે વર્ષીતપનું જોરદાર આયોજન થઈ રહ્યું છે તેમ ભાવનગર સંઘના અગ્રણી દિવ્યકાંત સલોતે જણાવ્યુ હતું.

Previous articleભાવનગરના વતની મહિલા PSI ચોપરા તોડકાંડમાં ફસાતા સસ્પેન્ડ
Next articleવિદિશા શ્રીવાસ્તવ અંગૂરી કરતાં પણ વધુ ફી વસૂલે છે?