ભાવનગર ખાતે તા.૧૪-૧પ-મે ૧૯૩૯ના રોજ અધિવેશન હોય આથી આ અધિવેશનના અધ્યક્ષ સરદાર વલ્લલભાઈ પટેલ હતા. આથી તા.૧૪-પ-૧૯૩૯ના રોજ રેલ્વે સ્ટેશનથી ભવ્ય શાહી સન્માન સાથે ખુલ્લી જીપમાં સરદાર વલ્લભભાઈ પટેલને અધ્યક્ષરૂપે લાવતા હતા પરંતુ ખારગેટ ચોક ખાતે સરઘસ પહોંચતા આ સરદાર પટેલ ઉપર તલવારો સાથેનું ટોળુ હુમલો કરવા તુટી પડવા નિકળી પડ્યું હતું. કણબીવાડના બે યુવાનો બચુભાઈ પટેલ અને જાદવજીભાઈ મોદી આ બન્ને યુવાન જીપમાં ચડી ગયા હતા અને સરદાર પટેલની ઉપર ઢાલ બની ગયા તલવારોના ઘા અને આ બન્ને યુવાનોએ જીલી લીધા અને ખારગેટ ચોક ખાતે બન્ને યુવાનો શહિદ થયા. આજે ત્યાં બચુભાઈ પટેલની પ્રતિમા આવેલી છે. આથી સરદાર યુવા મંડળ-ભાવનગર દ્વારા બન્ને શહિદોને યાદ કરીને ફુલહાર કરીને શ્રધ્ધાંજલી આપેલ. જેમાં મંડળના ભરત મોણપરા, પ્રવિણભાઈ ત્રિવેદી, પૂર્વ ડે.મેયર પ્રભાબેન પટેલ, ખારગેટ ચોકના વેપારીઓ જેમાં મુકેશભાઈ ભાણી, ચેતનભાઈ શાહ, મણીભાઈ પટેલ, ભાયાભાઈ (ગાઠીયાવાળા), ભગતભાઈ તેમજ મહિપતભાઈ ત્રિવેદી સહિત ઉપસ્થિત હતા. શહિદ બચુભાઈ પટેલ તથા શહિદ જાદવજીભાઈ મોદીને પુષ્પાંજલી અર્પી હતી.