સતત બીજા દિવસે બજાર તૂટ્યું : બુધવારે તેજી સાથે ખુલેલું બજાર પછીથી પટકાયું
મુંબઈ, તા.૨૪
શેરબજાર લાલ નિશાન પર બંધઃ ગુરુવારે શેરબજારનો કારોબાર લાલ નિશાન પર શરૂ થયો અને અંતે ઘટાડા સાથે બંધ થયો. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી અને દિવસભર ડાઉનટ્રેન્ડમાં ટ્રેડ થયા બાદ બંને ઈન્ડેક્સ નીચે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૯ પોઈન્ટ ઘટીને ૫૭,૫૯૬ પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ ૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭,૨૨૩ પર બંધ થયો હતો. અગાઉ, બીએસઈ સેન્સેક્સ ૩૮૦ પોઈન્ટ ઘટીને ૫૭,૩૦૪ના સ્તરે હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સે ૧૧૧ પોઈન્ટનું નુકસાન લઈને ૧૭,૧૩૫ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે બુધવારે છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારોમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી, પરંતુ તે પછી તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૪૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા બાદ ટ્રેડિંગના અંતે ૩૦૪.૪૮ પોઈન્ટ ઘટીને ૫૭,૬૮૪.૮૨ પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ, એનએસઈનો નિફ્ટી ૧૨૩ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને ૬૯.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭,૨૪૫.૬૫ પર બંધ થયો હતો.