આજરોજ જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પાળીયાદ પુજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ખાતે વડોદરા થી પાળીયાદ દ્વિતીય વખત સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ વડોદરા વિહળ પરીવાર સેવક સમુદાય દ્વારાવડોદરા થી પાળીયાદ પગપાળા સંઘ તા.૨૦/૩/૨૦૨૨ થી નીકળેલ જે આજ રોજ તા.૨૬/૩/૨૦૨૨ ના રોજ પોહચેલ હતો.
જય વિહળાનાથ ના નાદ સાથે અને બ્રાહ્મણો દ્વારા વિધિવત ધજા નુ પુજનવિધિ કરવામા આવેલ અને ત્યારબાદ જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ના હસ્તે પૂજન ફુલહાર કરી તમામ સેવક સમુદાય પુજ્ય બા શ્રી ના આશીર્વાદ તેમજ પુજ્ય શ્રી ભયલુબાપુ ના આશીર્વાદ લઇ વાજતે ગાજતે ઢોલનગારા અને જય વિહળાનાથ ના નાદ સાથે વર્ષોથી ભજન અને ભોજન અને ભક્તિ ના પ્રતિક રૂપે ઉભેલ ધર્મ ના ધજાગરા પર ધજારોહણ કરવામા આવેલ અને ત્યારબાદ તમામ પગપાળા આવેલ વિહળ પરીવાર સેવક સમુદાયે ભોજન પ્રસાદ લીધેલ.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ