ફરી એકવખત યોગ તરફ વળી કરીના કપૂર ખાન

61

મુંબઇ, તા.૨૬
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફૂડની શોખીન હોવાની સાથે-સાથે હેલ્થ પ્રત્યે પણ ખૂબ જાગૃત છે. રેગ્યુલર કસરત અને યોગ કરતી એક્ટ્રેસ કરીના કપૂર ખાન હવે ફરી એકવખત ફિટનેસ બાબતે સભાન થઈ ગઈ છે. એક્ટ્રેસ કરીનાએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા લખ્યું કે બિરયાની અને હલવાને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે. કરીના કપૂર બે બાળકોની માતા છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર પ્રેરિત કરતી પોસ્ટ શેર કરતી રહે છે. તેણે બોડી પોઝિટિવિટી પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં કરીના કપૂર ખાને લખ્યું કે, ચાહે મેસી હેર દિવસ હોય કે પછી ગ્લેમ અપ આઉટિંગ હોય, સાઈઝ ૦થી સાઈઝ ૧૬ સુધી, મેં મારા જીવનના દરેક તબક્કાનો આનંદ માણ્યો છે. પ્રેગ્નન્સી દરમિયાન મારું ૨૫ કિલો વજન વધી ગયુ હતું, પરંતુ મેં તેને મારા કામ પર પ્રભાવિત નહોતું થવા દીધું. હું મારા કામને પ્રેમ કરુ છું. મને યાદ છે કે જ્યારે હું ૮ મહિનાની ગર્ભવતી હતી ત્યારે ફોટોશૂટ કર્યુ હતું. મને ઘણી મજા આવી હતી. હું જેવી હતી મને આત્મવિશ્વાસ હતો. બેબી બંપ ફ્લોન્ટ કરી રહી હતી. તો જે છોકરીઓ આ વાંચી રહી છે. આ તમારું જીવન છે અને તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો જ મહત્વના છે. હંમેશા. ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ખાન પણ કામ પર પાછી ફરી છે. તે અત્યારે ફિલ્મમેકર સુજોય ઘોષ સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટની વધારે ડિટેલ્સ સામે નથી આવી શકી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રીલિઝ થવાની છે. આ ફિલ્મની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. હોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની આ ઓફિશિયલ રિમેક છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાનનો કેમિયો રોલ પણ જોવા મળશે. આ સિવાય કરીના કપૂર એકતા કપૂર અને હંસલ મહેતાની ફિલ્મ તખ્ત પર પણ કામ કરી રહી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડકો દીકરો જેહ પણ એક વર્ષનો થવા આવ્યો છે. તેનો જન્મ ગયા વર્ષે એટલે કે ૨૦૨૧ના ફેબ્રુઆરી મહિનામાં થયો હતો. લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ, કરીનાએ ૨૦૨૦માં લોકડાઉન પહેલા ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી જ તે ફેન્સ સાથે થોડા-થોડા દિવસે તે પતિ તેમજ બાળકો સાથેની તસવીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસ જે તસવીરો અને વીડિયો શેર કરે છે, તે ફેન્સને પણ પસંદ આવે છે.

Previous articleભાવનગરમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી
Next articleવુમન આઇપીએલ : બીસીસીઆઇ આવતા વર્ષે છ ટીમ સાથે મહિલા આઇપીએલનું આયોજન કરી રહ્યું છે!