વુમન આઇપીએલ : બીસીસીઆઇ આવતા વર્ષે છ ટીમ સાથે મહિલા આઇપીએલનું આયોજન કરી રહ્યું છે!

505

મુંબઇ,તા.૨૬
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આવતા વર્ષે છ ટીમો સાથે મહિલા આઇપીઆઇ યોજવાનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે મહિલા ટી૨૦ ચેલેન્જર ત્રણ ટીમો સાથે રમાશે. તે મેના અંતમાં પ્લેઓફ દરમિયાન પુણેમાં યોજાઈ શકે છે.આઇપીએલમાં ૨૦૧૮માં પ્રથમ વખત મહિલા ટી ૨૦ ચેલેન્જરનું આયોજન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ સાથેની બેઠક બાદ કહ્યું, “તે (સંપૂર્ણ મહિલા આઈપીએલ) એજીએમ દ્વારા પસાર થવી જોઈએ. અમે તેને આવતા વર્ષ સુધીમાં બહાર પાડવા માટે આતુર છીએ. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, મહિલા આઇપીએલની પ્રકીયા શરૂ થઈ ગઈ છે. તે પાંચ કે છ ટીમની લીગ હોઈ શકે છે.”બ્રિજેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “જો કે, આ વર્ષે આઇપીએલમાં મહિલાઓ માટે ચાર મેચ રમાશે. તે પુરુષોની પ્લેઓફ દરમિયાન યોજાશે. મહિલા ટી૨૦ ચેલેન્જરમાં ત્રણ ટીમ સામેલ થશે. તમામ મેચ પુણેમાં યોજાય તેવી શક્યતા છે.મહિલા ટી૨૦ ચેલેન્જરમાં ત્રણ ટીમો ટ્રેલબ્લેઝર્સ, સુપરનોવાસ અને વેલોસિટીના નામ લે છે. સુપરનોવાસે ૨૦૧૮ અને ૨૦૧૯માં ટાઇટલ જીત્યું હતું. ૨૦૨૦માં ટ્રેલબ્લેઝર્સની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. ૨૦૨૧માં કોરોનાને કારણે તેનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોવિડ-૧૯ પ્રતિબંધોને કારણે બીસીસીઆઇ આઇપીએલ ૨૦૨૨માં કોઈ ઓપનિંગ સેરેમની યોજશે નહીં. જો કે, લીગના અંતે સમાપન સમારોહ યોજવાની યોજના છે.

Previous articleફરી એકવખત યોગ તરફ વળી કરીના કપૂર ખાન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે