સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ દ્વારા સમાજ માટે યોગદાન આપનાર અજયભાઈ ભટ્ટનું કરાયું સન્માન

57

સત્કાર્ય સન્માન સમિતિ ભાવનગર દ્વારા ભાવનગર શહેરમાં સેવા ભાવે કાર્યકર્તા સંસ્થાઓ અને વ્યક્તિઓનું સત્કાર્ય સન્માન સમારોહ 2022 શિશુવિહાર ખાતે યોજાયો હતો. કર્મશીલ કનુભાઈ કલસરિયાના મુખ્ય મહેમાન પદે તેમજ ડૉ. નલિન પંડિત, ડો.નાનકભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતમાં આયોજીત આ કાર્યક્રમમાં ભાવનગરમાં વિશિષ્ટ કાર્ય સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે કામ કરતા વ્યક્તિઓનું આ સાથેસન્માન યોજાયું જેમાં ભાવનગર શહેર જિલ્લામાં સ્કાઉટીગ પ્રવૃત્તિ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત અજયભાઈ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. ૩૫ કરતાં પણ વધુ વર્ષોથી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને હજારો બાળકોમાં આ પ્રવૃત્તિ દ્વારા સ્વાવલંબન, સેવા, રાષ્ટ્ર પ્રેમના ગુણો રોપનાર ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના મંત્રી અજયભાઈ ભટ્ટ તથા તેમના પત્ની અને ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટનું બહુમાન કરી સન્માન પત્ર એનાયત કર્યુ હતું.

Previous articleઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર ખાતે ૧૨૫ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ “સાંસ્કૃતિક અમૃત યાત્રા” યોજાયો
Next articleબી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામ દ્વારા સરિતા સોસાયટીમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો