બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામ, સરિતા સોસાયટીનાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને ભવ્ય નગરયાત્રા યોજાય હતી,
ભારતિય સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન સંસ્કૃતિ છે. મંદિર નિર્માણ એ એક મહાન યજ્ઞ છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, પ્રમુખ સ્વામી મહારાજનાં સંકલ્પે અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ બી.એ.પી.એસ.શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ સરિતા સોસાયટીનાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સમગ્ર વિશ્વમાં તેમજ પ્રત્યેક પરિવારોમાં પારિવારિક શાંતિની વૃદ્ધિ થાય, સર્વોનું શુભ થાય એ હેતુથી સરિતા સોસાયટી ખાતે વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો.
પૂજય સંતો અને હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક તૈયાર કરેલ વિશાળ યજ્ઞ શાળામાં મુખ્ય યજ્ઞ વેદિકા પર સંસ્કારધામમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓ સૌને દર્શન દાન આપી રહી હતી. સવારે 8 કલાકે પૂજય સંતો અને બ્રહ્મ દેવોએ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો ત્યારે વેદ મંત્રોથી સઘળું વાતાવરણ દિવ્ય અને પવિત્ર બન્યું હતું, ભારતીય પરંપરા પ્રમાણે માંગલિક વસ્ત્રોમાં સજ્જ બની 171 યજમાનો યજ્ઞ વિધીમાં જોડાયા હતાં.