ભાવનગર જીલ્લાના ૧૧૪ કેન્દ્રો પર વનરક્ષક ભરતી માટેની પરીક્ષા યોજાઈ

86

ભાવનગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં વન વિભાગની કચેરીમાં વનરક્ષક તરીકેની ભરતી માટે ફોરેસ્ટ ગાર્ડની આજરોજ રવિવારના રોજ લેખીત પરીક્ષા યોજાઇ હતી. જીલ્લાના ૧૧૪ કેન્દ્રમાં આજરોજ રેવન્યુ, અધિકારીઓ, સ્કવોર્ડ સહિત સીસીટીવી કેમેરાની નજર હેઠળ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં આવેલ વન વિભાગની કચેરીમાં વનરક્ષકની ભરતી માટે ફોરેસ્ટગાર્ડની પરીક્ષા આયોજનનું કરવામાં આવ્યુ હતું, જેમાં ભાવનગર જિલ્લામાં અંદાજે ૩૪,૮૦૦ હજાર જેટલા વિધાર્થીઓ આપી હતી, આજે વન રક્ષક દળની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ હતી, ભાવનગર જિલ્લા માં વન રક્ષકદળની પરીક્ષા ના ૧૧૪ કેન્દ્રોના પર જેમાં બ્લોક ૧૧૬૦માં લેવાઈ હતી, ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરિક્ષા સમિતિ દ્વારા વનરક્ષક વર્ગ-૩ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આજરોજ યોજાઈ હતી, આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવ્યું હતું.

Previous articleરેલ્વેના ૫૫ પુરૂષ કર્મી.ઓ “એમ્પ્લોઈ બેનિફિટ ફંડ”થી કેરળના પ્રવાસે ગયા
Next articleભાવનગર જિલ્લાની શાળાઓમાં ૧૫ વર્ષથી દાનની સરવાણી વહાવતા દાતાઓનું ગામ જનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ