ભાવનગર જિલ્લાની શાળાઓમાં ૧૫ વર્ષથી દાનની સરવાણી વહાવતા દાતાઓનું ગામ જનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ

94

દાતાઓ દ્વારા શાળા અને શિક્ષણ પ્રેમ થકી તળાજા, પાલીતાણા તેમજ મહુવા પંથકની શાળાઓ માં સંખ્યાબંધ ભેટ વસ્તુઓ આપવામાં આવી હતી.જેમાં રંભાબેન અમૃતલાલ શાહ હસ્તે શ્રીમતી સુશીલાબેન પરમાનંદ શાહ તથા શ્રીમતી હિરાબેન બટુકલાલ શાહ તથા શ્રીમતી રેણુબેન અનિલભાઈ શાહ તથા શ્રીમતી ડૉ.મોનાબેન અમિતભાઈ શાહ તરફથી શ્રી લાપાળીયા પ્રા.શાળાને પંખા તથા શ્રી ખોડીયારનગર પ્રા. શાળાને પરબ અને સ્ટેશનરી તથા પીપરડી-૧ પ્રા.શાળાને ખુરશી તથા દેવલી કે.વ.શાળાને ખુરશી અને નેશિયા આંગણવાડી રસોડા સેટ વાસણ આપવામાં આવ્યા. સાથે નાગરદાસ શાહ ભદ્રાવળવાળા હસ્તે શ્રીમતિ પ્રતિક્ષાબેન મહેશભાઈ તથા સ્મિતાબેન પ્રકાશભાઈ શાહ તથા આશાબેન પ્રદીપભાઈ દ્વારા અને પરમાનંદદાદા ની પ્રેરણાથી પાલીતાણા તળાજા તાલુકાની શાળાઓ ને કોમ્પ્યુટર ની ભેટ આપવામાં આવ્યા. જેમાં વિઠ્ઠલવાડી પ્રા. શાળા, ભુતડિયા પ્રા. શાળા, હડમતીયા પ્રા.શાળા, વીરપુર પ્રા. શાળા, વણકરવાસ પ્રા. શાળા, પાદરી.ગો પ્રા.શાળા, બેલડા પ્રા. શાળા, કેરાળા પ્રા.શાળા અને શાહ ગુલાબચંદ ઝવેરચંદ કે.વ.શાળા ભદ્રાવળ-૧ જેવી ૯ જેટલી શાળાઓ ને કોમ્પ્યુટર , કબાટ, ટીવી અને ટ્રેકશૂટની ભેટ આપવામાં આવી. રસીલાબેન ધીરજલાલ મહેતા હસ્તે આશિષ મહેતા તથા શ્રીમતી પાર્મી બેન ચંદ્રેશભાઇ મહેતા તરફથી તળાજા પાલીતાણા મહુવા ની શાળાઓને સાધનો ની ભેટ આપવામાં આવી હતી. લામધાર પ્રાથમિક શાળા કબાટ,સાજણાસર પ્રાથમિક શાળા કબાટ, ઠળિયા કે.વ.શાળા ખુરશી રમત ગમતના સાધનો,પાણીયાળી વાડી પ્રાથમિક શાળા પંખાતથા ખુરશી, અનિડા ડેમ વાડી ટેબલ તથા વસ્તુઓ, નાની પાણીયાળી કલરપ્રિન્ટર,ભીલવાસ પ્રાથમિક શાળા વાઇટ બોડૅ અને પંખા, વાળુકડ કે.વ.શાળા બોર્ડને સામયીક બોર્ડ, રતનપર પ્રાથમિક શાળા રમત ગમતના સાધનો, જાળીયા પ્રાથમિક શાળા ગ્રીન બોર્ડ, ભુંડરખા પ્રાથમિક શાળા કલર પ્રિન્ટર, જુનાપાદર પ્રાથમિક શાળા રમત ગમતના સાધનો, જુના સનાળા પ્રાથમિક શાળા રમત ગમતના સાધનો, દેવલી કન્યાશાળા પંખા ખુરશી, પીપરલા પ્રાથમિક શાળા પ્રિન્ટર, દુધેરી પ્રાથમિક શાળા મુવેબલ માયક, સ્વામિનારાયણ સોસાયટી શાળા મહુવા કોમ્પ્યુટરલેબ ફરની ચર, નવા ઈશ્વરીયા પ્રાથમિક શાળા રમત ગમતના સાધનો, વીરપુર પ્રાથમિક શાળા ટેબલ ખુરશી વિગેરે સાધનોની સહાય કરવામાં આવી હતી. પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા હસ્તે ઈન્દુબેન બિપિનભાઈ શાહ પરિવાર તરફથી પીપરડી-૧ તથા પીપરડી -૨ તથા દેવલી કે.વ. શાળાઓમાં દરેક શાળામાં ૨-૨ ટેબલ ને ભેટ આપવામાં આવ્યા. ઉપરાંત સૂરજબેન ચુનીલાલ છગનલાલ શાહ પરિવાર તરફથી શેત્રુંજી ડેમ પ્રા.શાળાને પરબ તથા માંડવડા-૧ પ્રા.શાળાને પ્રાર્થનાકક્ષ તથા માંડવડા-૨ શાળાને પરબ અને પંખા તથા કેજીબીવી શેત્રુંજી ડેમને ટ્રેકશૂટ તથા જુની છાપરી પ્રાર્થના કક્ષ આપવામાં આવ્યા. જયાલક્ષ્મી પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ ટ્રસ્ટ,મુંબઈ હસ્તે મીતાબેન વિપુલભાઈ શાહ તથા શ્રીમતી મિલોનીબેન મિહિરભાઇ શાહ તથા વત્સલ વિપુલભાઈ શાહ તરફથી મોટીપાણીયાળી કે.વ.શાળાને પાણી નું પરબ આપવામાં આવ્યું.વોરા પરમાનંદ કુંવરજી પરિવાર તરફથી રોહિશાળા પ્રા.શાળાને પાણી નું પરબ બંધાવી આપવામાં આવ્યું છે. દોશી રતિલાલ દીપચંદ પરિવાર તરફથી નાની પાણીયાળી-૧ને પાણીનું પરબ આપવામાં આવ્યું. આ વિવિધ ગામો દ્વારા સત્કાર કાર્યક્રમો યોજાયા હતાં.

Previous articleભાવનગર જીલ્લાના ૧૧૪ કેન્દ્રો પર વનરક્ષક ભરતી માટેની પરીક્ષા યોજાઈ
Next articleલીમખેડાના પ્રતાપપુરાના જશપાલસિંહ રાવલનો આજે જન્મદિવસ છે