ચકલી ડે ની પૂર્વ સંધ્યાએ શહિદ સ્મારક , હલુરીયા ચોક , આલ્ફેડ સ્કૂલની પાસે કૃષ્ણકમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના નાના અંધ બાળકોનાં હસ્તે પક્ષીનાં પીવાના પાણીનાં કંડાનું વિનામૂલ્યે વિતરણ માળનાથ ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો લોકોએ બહોળો લાભ લીધો હતો. આ તકે ૫૦૦થી વધુ પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું . હરિભાઈ શાહ, દર્શન ચૌહાણ, રાજભાઈ ચૌહાણ તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.