ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા તેમના નવા શો ’ધ ખતરા ખતરા શો’ લઈને આવી ચૂક્યા છે. આ શોનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે અને હવે તેમાં બિગ બોસ સ્પર્ધક પ્રતિક સહજપાલ ઉમર રિયાઝ સાથે ટૂંક સમયમાં ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નજરે પડનાર બબીતાજી એટલે કે મુનમુન દત્તા પણ નજરે પડશે. ત્યારે પ્રતીક અને ઉમરને શોમાં જોરદાર ટાસ્ક આપવામાં આવે છે, જેમાં તેમને બબીતાજીને ઈમ્પ્રેસ કરવાની હોય છે અને તેના માટે તેઓ કોઈપણ મર્યાદા પાર કરવા તૈયાર છે. જોકે, બબીતાજીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં પોતાનો શર્ટ ઉતારી દીધો. આ જોઈને મુનમુને પોતાની આંખો જ બંધ કરી દીધી. “ધ ખતરા ખતરા શો” ને એક પ્રોમો રિલીઝ થયો છે. પ્રોમોમાં ઉમર રિયાજ અને પ્રતીક સહજપાલ, મુનમુન દત્તાને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. તેના માટે બન્ને પોતાનો શર્ટ ઉતારી નાંખે છે અને ટોન્ડ બોડી ફ્લોન્ટ કરવા લાગે છે. આ જોઈને બબીતાજી પોતાનો ચહેરો છૂપાવી નાંખે છે. જોકે ભારતી અને હર્ષે ઉમર અને પ્રતીકને એક ટાસ્ક આપ્યો હતો કે તેમને મુનમુન દત્તાને ઈમ્પ્રેસ કરવાની હતી. જ્યારે મુનમુન દત્તા બન્નેને પ્રોત્સાહન આપવા માટે ચીયર પણ કરે છે. જો કે તે શોમાં શરમાતી પણ જોવા મળે છે, પરંતુ ભારતી સિંહ તેને ખૂબ એન્જોય કરતી જોવા મળે છે. હવે આમાં કોણ જીતશે તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે. જ્યાં લોકો પ્રતિક અને ઓમરની બોડીના વખાણ કરી રહ્યા છે. જ્યારે, કેટલાક લોકો મુનમુન દત્તાની સુંદરતાના દીવાના થઈ રહ્યા છે.