વડાપ્રધાને મન કી બાતમાં ગુજરાતના માધાપુર મેળાની ચર્ચા કરી : નિકાસનો આંકડો ૧૦૦ બિલિયન, ક્યારેક ૧૫૦ બિલિયન, ક્યારેક ૨૦૦ બિલિયન હતો, આજે ભારત ૪૦૦ બિલિયન ડૉલર સુધી પહોંચ્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશના હિત સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી. જણાવી દઈએ કે, ચાર રાજ્યોમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ મન કી બાતનું આ પ્રથમ પ્રસારણ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ અન્ય ભાજપના કાર્યકરોએ સાંભળ્યો હતો. પ્રધાનમંત્રીનું રેડિયો સંબોધન દર મહિનાના છેલ્લા રવિવારે થાય છે. દર મહિનાની જેમ આ કાર્યક્રમ માટે પણ પીએમ મોદીએ સામાન્ય લોકો પાસેથી સૂચનો અને ફરિયાદો માંગી હતી. લોકોએ સોશિયલ મીડિયા દ્વારા મોટી સંખ્યામાં તેમની ફરિયાદો અને સૂચનો રજૂ કર્યા છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતમાં બનેલી વસ્તુઓની વિશ્વમાં માંગ, નિકાસમાં મળેલી સિદ્ધિ વિશે વાત કરી.
પીએમએ પોતાના કાર્યક્રમમાં કહ્યું કે આપણા દેશે ૩૦ લાખ કરોડની નિકાસ કરી છે, જે ઐતિહાસિક છે. પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ, અમે ગઙ્મ અઠવાડિયે એક એવી સિદ્ધિ હાંસલ કરી, જેણે અમને બધાને ગર્વ થશે. ભારતે ગયા અઠવાડિયે ૪૦૦ અબજ ડોલર એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી બાબત છે, પરંતુ તે અર્થતંત્ર કરતાં ભારતની ક્ષમતા સાથે વધુ સંબંધિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સમયે ભારતની નિકાસનો આંકડો ૧૦૦ બિલિયન, ક્યારેક ૧૫૦ બિલિયન, ક્યારેક ૨૦૦ બિલિયન હતો, આજે ભારત ૪૦૦ બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. આનો એક અર્થ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓની માંગ સમગ્ર વિશ્વમાં વધી રહી છે, બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે અને તેનો ઘણો મોટો સંદેશ પણ છે.તેમણે જણાવ્યું કે દેશના ખૂણેખૂણેથી નવી પ્રોડક્ટ્સ વિદેશમાં જઈ રહી છે. આસામના હૈલાકાંડીમાંથી ચામડાની બનાવટો હોય કે ઉસ્માનાબાદની હેન્ડલૂમ પ્રોડક્ટ્સ હોય, બીજાપુરના ફળો અને શાકભાજી હોય કે ચંદૌલીમાંથી બ્લેક રાઇસ હોય, તમામની નિકાસ વધી રહી છે. હવે તમને દુબઈમાં પણ લદ્દાખના વિશ્વ પ્રસિદ્ધ જરદાળુ પણ મળશે અને સાઉદી અરેબિયામાં તમને તમિલનાડુથી મોકલેલા કેળા પણ મળશે.