બોર્ડ પ્રમાણે આ વખતે યાત્રા ૩૦ જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી ચાલશે : યાત્રા ૪૩ દિવસ સુધી ચાલશે
જમ્મુ-કાશ્મીર, તા.૨૭
કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી બંધ અમરનાથ યાત્રા આ વર્ષે ફરી શરૂ થવાની છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે રવિવારે યાત્રાની તારીખો જાહેરાત કરી છે. તારીખો જાહેર થતાં બાબાના ભક્તોને ખુશીના સમાચાર મળ્યાં છે. બોર્ડ પ્રમાણે આ વખતે યાત્રા ૩૦ જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી ચાલશે. આ યાત્રા ૪૩ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન શ્રદ્ધાલુઓએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ યાત્રા માટે આગામી મહિને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે શ્રી અમરનાથ ગુફા કાશ્મીર ઘાટીના અનંતનાગ જિલ્લામાં છે. માન્યતા છે કે ત્યાં પર ભગવાન શિવે માતા પાર્વતીને અમર થવાની રહસ્યકથા સંભળાવી હતી. જે ત્યાં ગુફામાં હાજર બે કબૂતરોએ સાંભળી લીધી હતી. બરફથી લાગેલા પહાડોના ટોપ પર બનેલી એક ગુફામાં દર વર્ષે પ્રાકૃતિક રૂપથી શિવલિંગ બને છે, જેના દર્શન માટે લાખો લોકો ત્યાં પહોંચે છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી યાત્રા બંધ હતી. હવે મહામારીના કેસ ઘટ્યા બાદ લોકો આ યાત્રીની રાહ જોઈ રહ્યાં હતા. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે રવિવારે આ યાત્રાની તારીખોની જાહેરાત કરી બાબાના ભક્તોને ખુશીના સમાચાર આપ્યા છે. દેશની સૌથી દુર્ગમ ધાર્મિક યાત્રાઓમાંથી એક શ્રી અમરનાથ યાત્રા પર બે રસ્તાથી ચઢવામાં આવે છે. એક રસ્તો પહલગામથી છે, જ્યારે બીજો રસ્તો બાલટાલ દ્વારા છે. આ યાત્રા હંમેશા આતંકીઓ અને અલગાવવાદીઓના નિશાના પર રહી છે. જેના કારણે યાત્રા શરૂ થતાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવે છે. આ યાત્રા પર માત્ર તે લોકો જઈ શકે છે, જેની ઉંમર ૧૬થી ૬૫ વર્ષ છે. યાત્રા કરવા માટે બોર્ડની પરમિટ અને ફિટનેસ મેડિકલ સર્ટિફિકેટ હાસિલ કરવું પડે છે. આ સર્ટિફિકેટ વગર યાત્રાની મંજૂરી મળતી નથી.