રાજુલાના વાવડી ગામ નજીક બાઈક પરથી પડી ગયેલ મહિલા ટ્રક નીચે આવી જતા મોત

1750

આજે સવારે મોટો પુત્ર શૈલેષ અને તેના માતા ચંપાબેન વિરાણી બાઈક લઈને ખાંભા નજીક આવેલ સમઢીયાળા-ર ગામે તેના મામાના ઘરે જતા હતા ત્યારે વાવડી ગામ નજીક પહોંચતા ચંપાબેન બાઈકમાંથી અચાનક નીચે પડી જતા તોતીંગ ટ્રકના જોટામાં માથુ આવી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ, આજે સવારે માતા-પુત્ર પોતાનું બાઈક નં.જીજેપ એલબી ૮ર૩૦ લઈને પોતાના મામાના ઘરે જતા રસ્તામાં જ કાળ આંબી ગયો. આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે લોકોએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના પાયલોટ બાલુભાઈ ગોહિલ, ઈએમટી દક્ષાબેન ચૌહાણ ઘટનાસ્થળે દોડી જઈને ઘાયલ શૈલેષને સારવાર આપી હતી અને મૃતક ચંપાબેનને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવયા હતા. આગરીયા મોટા અને વાવડી ગામ નજીક માતા-પુત્ર જતા હોય ત્યારે પાછળ આવી રહેલ યમદુત આઈવા ડમ્પર પહોંચતા બાઈકમાં આગળ ખાડો આવ્યો હતો ત્યારે ચંપાબેન ઉલળીને નીચે પડી ગયા હતા. ટ્રકના જોટામાં માથુ આવી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Previous articleપોલારપુર, રાણપરીમાં ટીબી જનજાગૃતિ
Next articleગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું મોરારિબાપુ દ્વારા ઉદ્‌ઘાટન