મુરાદાબાદ વિશ્વનું બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ધરાવતું શહેર

45

UNEPના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો આ રિપોર્ટમાં કુલ ૬૧ શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો
નવી દિલ્હી, તા.૨૭
ઉત્તર પ્રદેશનું મુરાદાબાદ શહેર ધ્વનિ પ્રદૂષણની દ્રષ્ટિએ વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર માનવામાં આવે છે. મુરાદાબાદમાં સૌથી વધુ ૧૧૪ ડેસિબલ્સ (ડીબી) ધ્વનિ પ્રદૂષણ નોંધાયું છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP)ના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કુલ ૬૧ શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ્વનિ પ્રદૂષણની યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાનું નામ પ્રથમ સ્થાન પર છે, જેનું સૌથી વધુ ૧૧૯ ડેસિબલ છે. ઢાકા અને મુરાદાબાદ પછી યાદીમાં ત્રીજા નંબરે પર ૧૦૫ ડેસિબલ સાથે ઈસ્લામાબાદ છે. આ યાદીમાં દક્ષિણ એશિયાના કુલ ૧૩ શહેરોના નામ છે, જેમાંથી પાંચ શહેરો ભારતના પણ છે. મુરાદાબાદ ઉપરાંત કોલકાતા (૮૯ ડીબી), પશ્ચિમ બંગાળના આસનસોલ (૮૯ ડીબી), જયપુર (૮૪ ડીબી) અને રાજધાની દિલ્હી (૮૩ ડીબી)ના નામ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, ૭૦ ઙ્ઘમ્થી વધુ સાઉન્ડ ફ્રીક્વન્સી સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (UNEP) એ વર્ષ ૧૯૯૯માં એક માર્ગદર્શિકામાં રહેણાંક વિસ્તારો માટે ૫૫ ઙ્ઘમ્ ની ભલામણ કરી હતી, જ્યારે ટ્રાફિક અને વ્યવસાય ક્ષેત્રો માટે તેની મર્યાદા ૭૦ ઙ્ઘમ્ રાખવામાં આવી હતી.
(UNEP)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈંગર એન્ડરસને જણાવ્યું, “આ ઉચ્ચ ગુણવત્તાની ઊંઘ પર ખરાબ અસર કરીને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.” એટલું જ નહીં, તેનાથી ઘણી પ્રાણીઓની જાતિઓની વાતચીત અને સાંભળવાની ક્ષમતાને પણ અસર કરે છે. એક સત્તાવાર પોલીસ અહેવાલ મુજબ, યુપી પોલીસની ઇમરજન્સી સેવાએ વર્ષ ૨૦૨૧માં ધ્વનિ પ્રદૂષણના ૧૪,૦૦૦ થી વધુ કેસ નોંધ્યા છે. તેમાંથી સૌથી વધુ ફરિયાદો લગ્નમાં ૧૦ વાગ્યા પછી વગાડવામાં આવતા મોટા લાઉડ મ્યૂઝીક સાથે સંબંધિત છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ધ્વનિ પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી આપણા શરીરમાં રિએક્શનની એક પુરી સીરિઝ હોય છે. તેને એરોસલ રિસ્પોન્સ કહેવામાં આવે છે, જે શરીરના વિવિધ અંગોને નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે આપણા હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શ્વાસના ધબકારા નોંધપાત્ર રીતે વધી શકે છે. તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ધ્વનિ પ્રદૂષણ આપણી રક્તવાહિનીઓ પર ખરાબ અસર કરી શકે છે. આનાથી આપણા સ્નાયુઓ પર તણાવ પણ વધે છે.આ સિવાય ધ્વનિ પ્રદૂષણ, નોઈઝ ઈન્ડ્યુસ્ડ હિયરિંગ લોસ (દ્ગૐૈંન્) ની સમસ્યાને પણ ટ્રિગર કરી શકે છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઘોંઘાટના સંપર્કમાં રહે છે અથવા થોડા સમય માટે મોટા અવાજના સંપર્કમાં રહે છે. આ મોટા અવાજો આપણા કાનના અંદરના અને સંવેદનશીલ ભાગોને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યા એક અથવા બંને કાનમાં થઈ શકે છે. તમારા કાનને પણ કાયમ માટે નુકસાન થઈ શકે છે. વધુમાં, ધ્વનિ પ્રદૂષણથી હૃદયના રોગો, માઈગ્રેન, ઊંઘની વિકૃતિઓ થઈ શકે છે અને ઉત્પાદક ક્ષમતાને અસર થઈ શકે છે.

Previous articleબે વર્ષ બાદ શરૂ કરવામાં આવશે અમરનાથ યાત્રા
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨૧ નવા કેસ નોંધાયા