અશોકકુમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ જીલ્લામાં રહેલ અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે રાણપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૭૫૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ ના કામે ફરીયાદીએ પોતાની સગીર વયની દિકરી ને હરજીભાઇ જીવાભાઇ દોદરીયા રહે.બરાનીયા તા.રાણપુર વાળો લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ રાણપુર પોલીસ સ્ટેશનમાં લખાવેલ હોય જે ગુન્હો આજદીન સુંધી અનડીટેક્ટ રહેવા પામેલ હોય બોટાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એ.બી.દેવધા એ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ તથા ટેક્નીકલ સર્વેલન્સ ની મદદ લેવામાં આવેલ અને ભોગ બનનાર તથા આરોપી હરજીભાઇ જીવાભાઇ દોદરીયારહે.બરાનીયા તા.રાણપુર વાળો ધંધુકા તાલુકાના અડવાળ ગામે આવેલ હોવાની બાતમી એલ.સી.બી. ના પો.ઇન્સ. એ.બી.દેવધા ને મળતા એલ.સી.બી. ના પો.ઇન્સ. એ.બી.દેવધા એ સ્ટાફ સાથે અડવાળ ખાતે તપાસ કરતા મજકુર આરોપી તથા ભોગ બનનાર મળી આવતા એલ.સી.બી. કચેરી ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.