સ્લેબ તૂટી ગયા બાદ ટાંકો ખુલ્લો રખાતા પાણી થઈ રહ્યું છે અશુદ્ધ
ભાવનગર કાળિયાબીડ પાણીની ટાંકીમાં ઉપરનો સ્લેબ તૂટી ટાંકીના પાણીમાંજ કાટમાળ ગરકાવ થયો હતો. આ પાણીની ટાંકી 30 થી 35 વર્ષ જૂની છે હાલ ઉપર ના ભાગનો સ્લેબ તૂટી પડતા તંત્ર દોડતું થયું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વોટર વકર્સના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
શહેરના કાળિયાબીડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો છે, જેને લઈ તંત્ર દોડતું થયું હતું, આ ટાંકી 17,00,000 લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ પાણીની ટાકીમાંથી કાળિયાબીડ વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં પીવાનું પાણી સપ્લાય થાય છે. અંદાજે એક લાખ લોકોને પીવાનું પાણી મળી રહે છે,મનપા વોટર વર્ક્સ વિભાગની ઘોર બેદરકારી આવી સામે છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેન ધીરુભાઇ ધામેલીયાએ જણાવ્યું હતું કે આજે સવારે મને ખબર પડી એટલે તાત્કાલીક અધિકારીઓ ને સૂચના આપી છે અને કાલ સુધીમાં કન્સલ્ટનને દેખાડવામાં આવશે, આ ટાંકી 30 થી 35 વર્ષ જૂની છે, મુખ્ય રસ્તા પર ટાકી હોવાથી ધૂળ, ડસ્ટ ઉડીને પાણી માં ભળી રહી છે. જેને લઈ બે દિવસ માં તાત્કાલિક રીપેર ના થાય તો કમસે કમ ઉપર ઢાંકવાની તસ્દી પણ તંત્ર એ ના લીધું હોવાથી એક મહિનાથી લોકોને આવું અશુદ્ધ પાણી પી રહ્યા છે.