ભાવનગરમાં પેટ્રોલ ફરી ૧૦૦ને પાર

203

ડીઝલના ભાવ પણ ૯૫થી વધુ, ત્રણેક માસ રાહત બાદ ફરી આર્થિક કોરડો
પેટ્રોલ ડિઝલમાં દી ઉગેને વધારો ઝીંકાય રહ્યો છે. આ કારણે આજે ભાવનગરમાં પેટ્રોલ ફરી રૂ.૧૦૦ને પાર પ્રતિલીટર પહોંચી ગયું છે, ચારેબાજુથી મોંઘવારીથી પીસાતી પ્રજાને વધુને વધુ આર્થિક માર પડી રહ્યો છે. ઇંધણના વધતા ભાવની અસર અન્ય ચીજ વસ્તુ પર પડતી હોવાથી દેકારો બોલી ગયો છે. ભાવનગર છેવાડે હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડી રહ્યું છે, આ કારણે ભાવનગરમાં પેટ્રોલ ડીઝલ સહિતના ઇંધણના ભાવ ઓર વધુ રહે છે. આજે શહેરમાં પેટ્રોલ પ્રતિલીટર રૂ.૧૦૦.૭૬ અને ડીઝલ પ્રતિલીટર રૂ. ૯૫.૦૪ પર પહોંચ્યું છે. લગભગ ત્રણેક માસ પૂર્વે પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ને પાર થઈ ગયા બાદ સતત ભાવ ઘટતા લોકોને રાહત થઈ હતી પરંતુ હવે ફરીથી સતત ભાવ વધારો ઝીંકાય રહ્યો છે ત્યારે ફરી પેટ્રોલ ડીઝલના ભાવનો કકળાટ વ્યાપ્યો છે.

Previous articleપાંચપીપળા નજીક ઈકો કારની ગુલાટ : ૧નું મોત, ચારને ઈજા
Next articleભાવનગરમાં બેંક હડતાલથી કરોડોના વ્યવહારો ખોરવાયા, વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરાયા