ક્લાર્ક, કર્મચારીઓ સહિતના હડતાલ પર ઉતરી જતા બેંકોમાં કામકાજ ન થઈ શક્યું
બેંક કર્મચારીઓની રાષ્ટ્ વ્યાપી હડતાળના પગલે આજે ભાવનગરમાં ૧૨૫ બ્રાન્ચમાં ૧૫ હજારથી વધુ કર્મીઓ હડતાળ પર ઉતરી જતા બેંકોમાં આર્થિક વ્યવહાર લટકી પડ્યા હતા એ કારણે આશરે ૨૫૦ કરોડનું ટ્રાન્જેક્શન ખોરવાયું હતું. હજુ આવતીકાલે પણ હડતાળ યથાવત રહેંશે. સંયુક્ત ટ્રેડ યુનિયનના નેજા તળે સરકારની મજૂર વિરોધી નીતિઓ, ખાનગીકરણની નીતિઓ, નવી પેન્શન સ્કીમ, નવા મજુર કાયદાઓનો વિરોધ તેમજ જુની પેન્શન સ્કીમનો અમલ, પાંચ દિવસના બેન્કિંગ, બેંકિંગ ક્ષેત્રમાં ભરતીઓ જેવી માગણીઓ માટે આપણે પૂરી હાજરી સાથે ગંગાજળીયા તળાવની પાળે એકત્ર થઇ સૌએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા થયા દેખાવો
સંયુક્ત ટ્રેડ યુનિયનમાં જોડાયેલા પોસ્ટ કર્મચારીઓ, એલઆઇસી, આંગણવાડી સહિતના ક્ષેત્રના કર્મચારીઓએ આજે હડતાલ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેંકર્સ સાથે જુદા જુદા ક્ષેત્રના અન્ય સરકારી કર્મચારીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલ અને અવાજ બુલંદ કર્યો હતો. આવતીકાલે શહેરમાં રેલી યોજવામાં આવશે તેમ જણાવાયું છે.