સ્થાનિકોનો વિરોધ છતા મકાન માલિકે લેણામાં ડુબી ગયાનું કારણ આગળ ધરી પ્રોપર્ટી વિધર્મીને વેચી મારી
ભાવનગરમાં ફરી એક વખત હિંદુ-મુસ્લિમના નામે વિવાદ શરૂ થયો છે, શહેરના વડવા વિસ્તારમાં રહેતા એક પરિવારે વિધર્મીને મકાન વેચવા બાબતે વાતચીત ચાલી હતી એ દરમિયાન સ્થાનિક રહીશોને આ વાતની ખબર પડતા વિસ્તારના રહીશો અને હિન્દુ સંગઠન દ્વારા હોબાળો મચ્યો હતો.
ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોને હિન્દુ સોસાયટી જાહેર કરવા વર્ષોથી માંગ ઉઠી રહી છે આ બાબતે ભૂતકાળમાં વિવિધ સંગઠનો દ્વારા ગૃહ મંત્રી જિલા મુખ્યમંત્રી સુધી રજૂઆતો થયેલ છે ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા દરેક હિન્દુઓની વર્ષો જૂની માંગ રહી છે શહેરના અલગ-અલગ વિસ્તારમાં વિધર્મીઓએ મકાન ભાડે કે ખરીદવા માટે પૂછવું નહીં તેવા બેનરો પણ લગાવવામાં આવેલા છે ત્યારે તાજેતરમાં જ એક નવો વિવાદ સામે આવ્યો હતો જેમાં શહેરના વડવા વિસ્તારમાં રહેતા એક પરિવારે અન્ય કોઈ વિધર્મીને મકાન વેચવા માટે વાતચીત ચાલી રહી હતી જે અંગે સ્થાનિક રહીશોને ખબર પડતાં હિન્દુ સંગઠનને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિક લોકોએ ભેગા મળી પરિવારને સમજાવી વિધર્મીને મકાન નહિ વેચવા જણાવ્યું હતું. શહેરના વડવા ભાવસાર શેરીમાં છેલ્લા ૭૦ વર્ષથી રહેતા કિશોરભાઈ બુધેલીયા જેવો છેલ્લા ઘણા વર્ષોથી મકાન વેચવા માટે મહેનત કરી રહ્યા હતા જેમના પરિવારમાં કુલ પાંચ સભ્યો હોય જે અંગે પરિવારના મહિલા સભ્યોએ પોતાની દર્દ ભરી વાતો જણાવી રડી પડ્યા હતા, ભાવનાબેન બુધેલીયાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલ અમારે પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે અગાઉ મકાન રીપેરીંગ માટે ૫ લાખ રૂપિયા જેવી લોન લીધી હતી અને બાદ લગ્ન પ્રસંગે ૮ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે પૈસા આજદિન સુધી ભરપાઈ થયા નથી, હાલ ખાખરા બનાવી પરિવારનું ગુજરાન ચલાવી ઘરનું વ્યાજ ભરી રહ્યા છે જોકે છેલ્લા ઘણા વર્ષોથી લેણું વધી જતા પૈસાની ભરપાઈ કરવા માટે મકાન વેચવા માટે કાઢ્યું છે, જોકે હાલ કોઈ મકાન લેવા માટે તૈયાર ન હોય આ દરમિયાન કોઇ અન્ય મુસ્લિમ વ્યક્તિ આ મકાન લેવા માટે તૈયારી બતાવી હોય અને જેની સાથે વાતચીત ચાલી રહી હતી એ દરમિયાન વિસ્તારના રહીશોને આ વાતની માલુમ પડતાં વિધર્મીને મકાન ન આપવા માટે સ્થાનિક રહીશો સાથે હિન્દુ સંગઠનના લોકોએ ભેગા થઈ હોબાળો મચાવી પરિવાર સાથે સમજાવટ કરી હતી.