મહુવા બૃહદગિરની ગેબરવીડીમાં ૧૦ વર્ષથી સામ્રાજ્ય ધરાવતા સાવજનું ઈન-ફાઈટમા મોત

43

ગેબરના ગબ્બર ‘ભૂરા’ નામના સાવજનુ મોત થતાં વનકર્મીઓ-માલધારીઓમાં શોક
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ બૃહદગિરના ગેબરવીડી વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી વન સામ્રાજ્ય ધરાવતા વયોવૃદ્ધ સાવજ ભૂરાનુ ઈન-ફાઈટમા મોત થયું છે. ભાવનગર જિલ્લામાં ત્રણ તાલુકામાં બ્રૃહદગિર નામનો મિની ગિર એરીયા આવેલો છે જેમાં સેંકડો સિંહ દિપડા સહિતના રાની પશુઓ મુક્ત પણે વિચરણ કરે છે આ બૃહદગિર ના બગદાણા તથા પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામ વચ્ચે ગેબરવીડી નામનો આરક્ષિત એરીયા આવેલો છે આ એરીયામા ચાર માદા સિંહણ ના પરીવાર સાથે એક નર સાવજ ભૂરો રાજ કરતો હતો જેની વય ૧૨ વર્ષની હતી અને હાલમાં વૃદ્ધાવસ્થા એ પહોંચેલ આ સિંહ ની અન્ય વિસ્તારમાંથી આવી ચડેલ અન્ય બે નર બેલડી સાથે ટેરેટરી અને માદાઓને પામવા માટે છેડાયેલ જંગ માં વયોવૃદ્ધ સાવજ ભૂરાને ગંભીર ઈજા પહોંચી હતી અને સામાપક્ષે બંને સિંહ ને પણ ઈજા પહોંચી હતી આ ત્રણેય સિંહનું વન વિભાગે રેસ્કયુ કરી પાલીતાણા તાલુકાના વડાળ ગામે આવેલ એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં વેટરનરી તબિબોએ ભૂરા નામના સાવજેને તપાસી મૃત જાહેર કર્યો હતો જયારે અન્ય ઈજાગ્રસ્ત બંને નર સિંહોને તત્કાળ સારવાર મળતાં ભયમુક્ત બન્યાં હતાં આ ઘટનામાં ભૂરાનુ મોત થતાં વનવિભાગ તથા માલધારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Previous articleમહુવા યાર્ડમાં આજથી અને ભાવનગરમાં ૩૦મીથી ચાર દિવસ કામકાજ બંધ રહેશે
Next articleલીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ફ્રુટ તેમજ બિસ્કીટ વિતરણ કરી બ્લોક હેલ્થ ઓફિસર સીએમ મછારની અધ્યક્ષતામાં જન્મદિવસ યોજવામાં આવ્યો