લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ફ્રુટ તેમજ બિસ્કીટ વિતરણ કરી બ્લોક હેલ્થ ઓફિસર સીએમ મછારની અધ્યક્ષતામાં જન્મદિવસ યોજવામાં આવ્યો

315

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા વરિષ્ઠ પત્રકાર અભેસિંહ રાવલ ના પુત્ર જશપાલસિંહ નો જન્મદિવસ અનોખી રીતે લીમખેડા બ્લોક હેલ્થ ઓફિસર સીએમ મછારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બિમાર દર્દીઓ ને ફ્રુટ તેમજ બિસ્કીટનું વિતરણ તથા પ્રતાપપુરા માં પંખીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરીને ઉજવવામાં આવ્યો હતો ગત વર્ષે પણ રાવલ પરિવારે સેવાકીય પ્રવૃત્તિ કરીને જન્મદિવસ ઉજવ્યો હતો ુરટ્ઠંજટ્ઠ કટ્ઠષ્ઠીર્હ્વર ના માધ્યમથી તેમજ ફોન કરીને જશપાલસિંહ ને સગા સંબંધી મિત્રો એ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી દરેક વ્યક્તિ આવા જરૂરિયાત મંદ સાથે જન્મદિવસની ઉજવણી કરી તેવા હેતુસર આ જન્મદિવસ નિમિત્તે પત્રકાર અભેસિંહ રાવલ તેમના લાડકા પુત્ર નો જન્મદિવસ જરૂરિયાત મંદ દર્દીઓ સાથે મનાવ્યો હતો

Previous articleમહુવા બૃહદગિરની ગેબરવીડીમાં ૧૦ વર્ષથી સામ્રાજ્ય ધરાવતા સાવજનું ઈન-ફાઈટમા મોત
Next articleવાડો કાઈ કરાટે ભાવનગરના વિદ્યાર્થીઓની ખેલમહાકુંભમાં રાજયકક્ષાએ થઇ પસંદગી