તાજેતરમાં ભાવનગર જિલ્લાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં વાડો કાઈ કરાટેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાડો કાઈ કરાટે ભાવનગરના કોચ હિરલ જોષી, આકાશ જોષી, યોગેશ રાઠોડ અને યજ્ઞેશ રાવલ પાસે સ્પર્ધાત્મક તાલીમ મેળવી હિતાર્થ સોમાણી, અર્ચિત કણબી, વૈભવ સોલંકી, ધારા ત્રિવેદી, ક્રીશા મેહતાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો અને ક્રિતી રંગાણી, જૈનીલ શાહ અને પૂજા પરમારે દ્વિતીય ક્રમાંક મેળવ્યો તેમજ હનિરાજસિંહ ઝાલા અને નીતિન રાઠોડે તૃતીય ક્રમાંક મેળવી રાજયકક્ષાએ પસંદગી મેળવી છે.