વિશ્વ રંગમંચ દિવસ- આપણો વારસો ભવ્ય અને દિવ્ય વારસો (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

54

વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચના રોજ કરવામા આવે છે. તેની શરૂઆત ૧૯૬૧મા આંતરરાષ્ટીય રંગમંચ સંસ્થાન દ્વારા કરવામા આવી હતી.વિશ્વ ના અનેક નાટ્ય પ્રેમિયો અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. આ અવસર પર વિશ્વ ના અનેક સ્થાનોં પર નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિયો કરતા આવ્યા છે. હિન્દી ઉપરાંત ભારતમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ઉડિયા, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનું એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યું છે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કલાકારો અને કસબીઓ ની હુન્નર પારંગતતામાં સમાયેલું છે ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે ભરતગુંથણ કાષ્ઠકલા માટીકામ ધાતુકામ ચિત્રકલા સંગીત કલા શિલ્પ સ્થાપત્યકલા તેમજ ગાયન વાદન નર્તન અને વિવિધ પાત્રો ની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવું કે નાટક ભજવવું એ ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા રહી છે ભારતીય સાહિત્યનાં આધારે મનોરંજન સાથે લોકો સંસ્કાર આપવાનું કાર્ય ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સમયથી કરતી આવીછે મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલા ની વિશેષતા રહી છે નાટ્યકલા નું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષક ની જોડી સાથે ના નાટકો ભારતની નાટ્યકલા ની એક આગવી ઓળખ બની રહી છે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલાક્ષેત્રે પ્રચલિત છે નાટ્યકલા એ નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય-શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલવૃદ્ધનું મનોરંજન અને લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે આ કળામાં તમામ લોકોનો સમન્વય હોવાનું વર્ણવતા ભરતમુનિ એ નોંધ્યો છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલા માં ન હોય ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું ગુજરાતની નાટ્યકલાઓમા જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે આ ઉપરાંત અમૃત નાયક બાબુલાલ નાયક ચનંદ બત્રીસી નાટકૃ પ્રાણસુખ નાયક દીના પાઠક જશવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી સરિતા જોશી દિપક ઘીવાલા વગેરે નો ફાળો નોંધપાત્ર ગણાય છે ગુજરાતી રંગમંચ : ગુજરાતની આધુનિક રંગભૂમિનો જન્મ મુંબઇમા થયો હોઈને તેની ઉપર મહારાષ્ટની અને અંગ્રેજી રંગભૂમિની ઠીકઠીક અસર હતી. ગુજરાતની રંગભૂમિની સ્થાપના ૧૮૫૩મા પારસીઓએ કરી. ‘પારસી નાટકમંડળી’આ પ્રવૃત્તિની અગ્રેસર હતી. અને તેની વ્યવસ્થાપક સમિતિમા દાદાભાઇ અને ડૉ. ભાઉ દાજી હતા. આ મંડળીના નાટકકાર કેખુશરૂ કાબરાજીએ ‘રૂસ્તમ અને સોરાબ’નામનુ પ્રથમ ગુજરાતી નાટક ભજવ્યુ હતુ ? શરૂઆતમા ગ્રાંટ રોડ ઉપર અને બોરીબંદર સામે ‘કેપીટોલ’સિનેમાગૃહના સ્થળે બે નાટકઘરો હતા.
સૌરાષ્ટ્રમા નાટ્યકળા પ્રાચીનકાળથી પ્રચલિત હતી. રામાયણના પાત્રોવાળી રામલીલા અને કૃષ્ણની લીલા દર્શાવતી રાસલીલા સૌરાષ્ટ્રના ગામડે ગામડે ભજવાતી. તે નાટ્યકળાનુ પ્રાચીન સ્વરૂપ હતુ. પછીથી મધ્યકાળમા ભવાઈના વેશ પણ નાટકનો એક પ્રકાર હતો જે ગ્રામ્યસમાજમા વધુ પ્રચલિત હતો. જૂની ગુજરાતી રંગભૂમિની ગંગોત્રી મોરબી હતુ જ્યારે નવી રંગભૂમિની ગંગોત્રી મુંબઈ હતુ. ઇ.સ.૧૮૭૮મા મૂળજી આશારામ ઓઝા અને વાઘજી આશારામ ઓઝા નામના ભાઈઓએ મોરબીના ઠાકોર સાહેબ વાઘજીના રાજ્યાશ્રય હેઠળ ગુજરાતની પહેલી નાટક કંપની એવી ‘આર્ય સુબોધ નાટક મંડળી’ની સ્થાપના કરી ગુજરાતી રંગભૂમિને ધમધમતી કરી હતી. એ રીતે મોરબી એ સૌરાષ્ટ્રની રંગભૂમિનુ ઉદગમસ્થાન બન્યુ હતુ. ત્ર્યંબક ભાઈઓએ ‘વાંકાનેર આર્યવર્ધક નાટક મંડળી’સ્થાપના કરી હતી. હળવદ, ધ્રાંગધ્રા, મોરબી અને વાંકાનેર નાટ્ય પ્રવૃત્તિઓના કેન્દ્રો હતા. ઇ.સ.૧૮૮૫-૧૯૨૦ દરમ્યાન ગુજરાતની રંગભૂમિને ડાહ્યાભાઇ ધોળશાજીએ અનેક સંસ્કારી નાટકો આપ્યા. તેમણે ગુજરાતનુ સૌથી પ્રથમ થિયેટર અમદાવાદમા સ્થાપ્યુ. ધંધાદારી રંગભૂમિનો ઉત્તમકાળ ઇ.સ.૧૮૭૦થી શરૂ થયો હતો. કેખુશરૂ કાબરાજી અને રણછોડભાઈ આ કાળના સમર્થ નાટ્યકારો હતા. રણછોડભાઈનુ નાટક, ‘લલિતા દુઃખદર્શક’નાટકે વિધવાના પ્રશ્નની રજુઆત કરીને તેમની દારૂણ પરિસ્થિતિ તરફ સમાજનુ ધ્યાન દોર્યુ હતુ.ઇ.સ.૧૮૯૪મા ઘીકાંટા રોડ ઉપર ‘આનંદભવન’થિયેટર બંધાયુ. આ થિયેટરમા અમદાવાદના દેશી નાટક સમાજે ડાહ્યાભાઈ ઝવેરીનુ ‘સંગીત લીલાવતી’નાટક ભજવ્યુ. અવેતન રંગભૂમિની શરૂઆત ઇ.સ.૧૯૨૫ પછી થઇ.આધુનિક અવેતન રંગભૂમિને વિકસાવવાનુ કાર્ય કનૈયાલાલ મુનશી અને ચંદ્રવદન મહેતાએ કર્યુ. ઇ.સ. ૧૯૩૮મા ચંદ્રવદન મહેતાનુ ‘આગગાડી’નાટક ભજવાયુ. ઇ.સ. ૧૯૩૮મા અમદાવાદમા‘રંગમંડળ’, ઇ.સ.૧૯૪૦મા સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર અને કલાનિકેતનની સુરતમા સ્થાપના થઈ. ઇ.સ. ૧૯૪૦મા સ્થપાયેલી ‘ઈષ્ટા’અને તેની શાખાઓ દ્વારા રાષ્ટ્રવાદી થિયેટર ગ્રુપનો પ્રભાવ મુંબઈની રંગભૂમિએ ઝિલ્યો.
ભાવનગર પણ જુની રંગભૂમિનુ એક મહત્વનુ કેન્દ્ર હતુ. ચાવંડના મૂળશંકર મૂલાણીએ લગભગ પચાસ નાટકો લખ્યા હતા. ગુજરાતીમા કરુણાંતિકા લખનાર તેઓ પ્રથમ હોવાનુ મનાય છે. ‘રાજબીજ’નાટકથી તેમણે લોકપ્રિયતા મેળવી હતી, શેક્સપિયરના ‘ઓથેલો’નાટક ઉપરથી તેમણે ‘સૌભાગ્યસુંદરી’ઉપરાંત ‘અજબ કુમારી’, કૃષ્ણચરિત્ર’અને દેવકન્યા’નાટકો લખેલા. ત્રાજપના કવિ પરમાનંદ મણિશંકર ભટ્ટ ગામના નામ પરથી ત્રાપજકર અટકથી ઓળખાય છે. ૧૯૨૨મા તેમણે પાલિતાણા ભક્તિ પ્રદશક નાટક કંપની માટે ‘હઠીલો જયમલ’નાટક લખી આપ્યુ. તેમના ‘અનારકલી’નાટકે ખુબ સફળતા મેળવી હતી. પોરબંદર રાજવી નટવરસિંહજીએ તે નાટકના સ્પેશિયલ શો કરાવી તે નાટક એકવીસ વાર જોયુ હતુ. ત્રાપજકરે કુલ ૪૫ નાટકો લખ્યા હતા. તેમના ‘વહુરાણી’નાટક ૧૫૦૦ અને ‘વઢકણી વહુ’નાટક ૨૦૦૦ નાઈટ ભજવાયા હતા. ૧૯૨૯મા ભાવનગરના ‘વિશ્વ નાટક સમાજ’સ્થપાયુ હતુ. આમ ભારતની ૬૪ કળાઓમાં નાટ્યકલા ખૂબ જ મહત્વની અને અગત્યની રહી છે જેનું સમાજ પરિવર્તન લઈ આવવામાં ખૂબ મોટું યોગદાન રહેલું છે જ્યારે સિનેમાઘરો ન હતા ત્યારે લોકોને આનંદ પ્રમોદ કરાવવામાં અનેક મંડળી રામામંડળ ભવાઈ અને નાટક મંડળી મહત્વનું કામ કરતી હતી જે આનંદની સાથે સમાજને જાગૃત કરવાનો સંદેશ આપતી હતી સમાજ સુધારણા માં આ નાટકો અને ભવાયો નું પણ ઘણું યોગદાન રહેલું છે આ દેશની સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે-સાથે ભવ્ય અને દિવ્ય રહી છે તેમજ વિશ્વને માર્ગદર્શન આપનાર રહી છે જેનું આપણે સૌએ ગૌરવ લેવું જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈ

– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleરોહિત શર્માએ ૧૨ લાખ રુપિયા દંડ ભરવો પડશે
Next articleમુંઝાય છે કેમ શું મનમા?