મુંઝાય છે કેમ શું મનમા?

58

મુંઝાય છે કેમ શું મનમા ? , સમય જતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા ?, ઊગતાં સૂર્યને આથમતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા ?, દુ.ખ પછી સુખ ની છાંયડી આવતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા?, વિશ્વાસ ઘાત પછી પણ વિશ્વાસ કરતાં વાર નથી લાગતી .
મુંઝાય છે કેમ શું મનમા ?, મનને મનાવતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા?, હાર પછી જીત મળતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા ? , નિષફળતાં પછી સફળતા મળતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા ?, વાવાઝોડા પછી વરસાદને આવતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા?, દિલ તુટ્યા પછી પણ ફરી મળતાં વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા?, સંબંધ તુટ્યા પછી પણ સંબંધ નિભાવતા વાર નથી લાગતી.
મુંઝાય છે કેમ શું મનમા? , દુશ્મની હોય છતાં દોસ્ત બનાવતાં વાર નથી લાગતી.
-પૂજા પારેખ ભાવનગર

Previous articleવિશ્વ રંગમંચ દિવસ- આપણો વારસો ભવ્ય અને દિવ્ય વારસો (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે