ભવ્ય પોથીયાત્રામાં કસ્બા મુસ્લિમ સમાજના લોકો સહિત સેંકડો શ્રાવકો જોડાયા
વલ્લભીપુરના મફતનગર સ્થિત સરોવરીયા હનુમાન દાદાના સાનિધ્યમાં તા.29ને મંગળવારે ભાવનગરવાળા ભરતદાસબાપુ ગોંડલીયાના વ્યાસસ્થાને રામકથા શરૂ થઈ હતી. આ પ્રસંગે નીકળેલી પોથીયાત્રામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.
પચ્છેગામ રોડ સ્થિત તળાવની પાળ નજીક મારૂતીધામ સરોવરિયા હનુમાનજી મંદિરના ઉપક્રમે આયોજિત આ રામકથામાં વિવિધ પ્રસંગોની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં તા 31ને ગુરુવારે સાંજે 5 કલાકે શ્રીરામ જન્મોત્સવ, તા. 2ને શનિવારે સાંજે 5 કલાકે સીતારામ વિવાહ, તા.5ને મંગળવારે સાંજે 5 વાગ્યે રામેશ્વર પુજા થશે અને તા 6ને બુધવારે સાંજે 5 કલાકે કથા વિરામ પામશે.
શ્રી સરોવરિયા હનુમાનજીના મંદિરના વિકાસઅર્થે રાખવામાં આવેલ આ રામકથાનો લાભ લેવા આયોજકોએ જાહેર જનતા અને ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર